Joe Biden Suits Price : જો બાઈડેન આ ખાસ ટેલર પાસે બનાવે છે પોતાનો સૂટ, એક સૂટની કિંમતમાં તો તમે લંડન પહોંચી જશો

Joe Biden Suits : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારતની મુલાકાતે આવ્યા છે. આવી સ્થિતિમાં તેમને લગતા વિષયો પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તે પોતાનો સૂટ એક ખાસ ટેલર પાસેથી બનાવે છે. ચાલો તેના વિશે જાણીએ.

Joe Biden Suits Price : જો બાઈડેન આ ખાસ ટેલર પાસે બનાવે છે પોતાનો સૂટ, એક સૂટની કિંમતમાં તો તમે લંડન પહોંચી જશો
Joe Biden Suits Price
| Edited By: | Updated on: Sep 10, 2023 | 4:00 PM

Joe Biden President Suits : જો બાઈડેન G-20 સમિટ 2023માં ભાગ લેવા ભારત આવ્યા છે. તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તે જ્યાં રોકાશે તે હોટલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ મુલાકાત સાથે રાષ્ટ્રપતિ બાઈડેન ભારતની મુલાકાત લેનારા 8મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમના પહેલા ટ્રમ્પ અને બરાક ઓબામા પણ ભારતની મુલાકાત લઈ ચુક્યા છે. તેમની મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર તેમની સાથે જોડાયેલી વાતોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કોઈપણ દેશની ટ્રીપમાં તે જે ખાસ સૂટ પહેરે છે તે તેના મનપસંદ ટેલર દ્વારા બનાવવામાં આવે છે. તેના સૂટની કિંમત વિશે આજે તમને જણાવીશું.

આ પણ વાંચો : અત્યાર સુધી આ અમેરીકન રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે, જાણો ક્યારે આવશે બાઈડેન

બાઈડેન આ ખાસ ટેલર દ્વારા તેના પોશાકો કરાવે છે તૈયાર

યુનિવર્સિટી ઓફ ફેશન, એક અંગ્રેજી વેબસાઇટ અનુસાર, રાષ્ટ્રપતિ જો બાઈડેન મોટાભાગે પોતાના સૂટ વિલ્મિંગ્ટન, ડેલાવેયરમાં તેમની સ્થાનિક દરજીની દુકાનમાંથી બનાવેલા પોશાકો પહેરે છે. જે લગભગ ત્રણ હજાર ડોલર એટલે કે લગભગ અઢી લાખ રૂપિયા છે. આ રકમમાં ભારતથી લંડનની મુસાફરીનો ખર્ચ આવરી લેવામાં આવશે. પેટ્રિક હેનરી, LA ડિઝાઇનર/ટેલર ‘ફ્રેશ’ તરીકે ઓળખાય છે. તેમના મતે રાષ્ટ્રપતિ બાઈડેનના કપડાં તેમને વધુ યુવા દેખાવામાં મદદ કરે છે.

દરજી આ વાતનું રાખે છે ધ્યાન

કપડાં સિલાઇ કરતી વખતે તે ધ્યાન રાખે છે કે તેઓ વધુ આરામદાયક હોય. અંગ્રેજી વેબસાઈટ નોર્થ જર્સીના અહેવાલ મુજબ જો કોઈ સામાન્ય ગ્રાહક દરજી પાસેથી સૂટ ખરીદે છે, જેની પાસેથી રાષ્ટ્રપતિ તેના સૂટ સિલાઈ કરાવે છે, તો તેને 1 હજાર ડોલરમાં સૂટ સરળતાથી મળી શકે છે.

રાષ્ટ્રપતિ પદના શપથ લેતી વખતે ખાસ સૂટ પહેર્યો હતો

જ્યારે રાષ્ટ્રપતિ જો બાઈડેને યુનાઇટેડ સ્ટેટ્સના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે તેમણે અમેરિકન ડિઝાઇનર રાલ્ફ લોરેનનો સૂટ, ટાઈ, કોટ અને માસ્ક પહેર્યા હતા. જેમ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, ભૂતપૂર્વ સેક્રેટરી ઑફ સ્ટેટ હિલેરી રોડમ ક્લિન્ટન અને ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા દ્વારા પહેરવામાં આવેલા જાંબલી કપડાં એકતાના આહ્વાનનું પ્રતિનિધિત્વ કરે છે, તેમ બાઈડેનનો પોશાક પ્રતીકવાદથી સમૃદ્ધ હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો