
જો તમારા ઘર કે ઓફિસમાં ઈલેક્ટ્રીક વાયરમાંથી કે સ્વીચ બોર્ડમાંથી અચાનક તણખા ઝરવા,, વીજ પુરવઠો વારંવાર ટ્રિપ થવો અથવા વાયરિંગમાંથી કઈંક સળગતું હોવાની ગંધ આવવી એ ઘણીવાર ગંભીર જોખમનો સંકેત હોઈ શકે છે. લોકો ઘણીવાર આવા નાના સંકેતોને અવગણે છે. પરંતુ આવી બેદરકારી આખરે શોર્ટ સર્કિટ અને આગ જેવી ગંભીર ઘટનાઓમાં પરિવર્તીત થાય છે. દર વર્ષે, દેશભરમાં હજારો આગની ઘટનાઓ શોર્ટ સર્કિટને કારણે થાય છે. જેના પરિણામે જાનમાલને મોટું નુકસાન થાય છે. તેથી, એ જાણવું મહત્વપૂર્ણ છે કે, તમારા ઘરનું વાયરિંગ સુરક્ષિત છે કે નહીં અને શોર્ટ સર્કિટનું કોઈ જોખમ છે કે નહીં.
શોર્ટ સર્કિટ ત્યારે થાય છે, જ્યારે વીજ પ્રવાહ તેના નિશ્ચિત માર્ગે અટકે અથવા અન્ય માર્ગે વળે. આ ઉપરાંત ઓછા પ્રતિકારવાળા માર્ગમાંથી પસાર થાય. આનાથી અચાનક વીજ પ્રવાહમાં વઘધટ થવાને કારણે કરંટ વધે છે, જેના કારણે વાયર ગરમ થાય છે અને આગ લાગવાનો ખતરો ઉભો થાય છે.
જો તમારા ઘરમાં MCB વારંવાર ટ્રિપ થાય છે, તો તે શોર્ટ સર્કિટનો સંકેત હોઈ શકે છે. વધુમાં, સ્વીચબોર્ડ અથવા પ્લગ પોઈન્ટમાંથી નીકળતા તણખા, વાયરિંગમાંથી સળગતી ગંધ, દિવાલના કોઈ ભાગનું અસામાન્ય ગરમી અથવા ઇલેક્ટ્રિકલ ઉપકરણો અચાનક બંધ થઈ જવા એ બધા આવનારી ગંભીર ઘટનાની ચેતવણીના સંકેતો છે.
આ ઉપરાંત જો તમારા ઘર કે ઓફિસમાં લગાવેલા બલ્બ વારંવાર ઉડી જતા હોય અથવા ઝબકતા રહે તો વાયરિંગમાં ખામી હોવાનું સૂચવી શકે છે. જો તમને આવા સંકેતો દેખાય, તો તમારે તાત્કાલિક તમારા ઘર કે ઓફિસના વાયરિંગની જરૂરી ચકાસણી કરાવવી જોઈએ.
પહેલા, તમારા ઘરના MCB અને ફ્યુઝ બોક્સ તપાસો. જો MCB કોઈપણ કારણ વિના વારંવાર ટ્રિપ થયા કરે છે, તો સમસ્યા વાયરિંગમાં હોઈ શકે છે. તમારા ઘરમાં સ્વીચબોર્ડ અને પ્લગ પોઈન્ટનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો. જો તમને કોઈ કાળા નિશાન, ઓગળેલા પ્લાસ્ટિકના ચિહ્નો અથવા બળવાની ગંધ દેખાય છે, તો તરત જ વીજળી બંધ કરો.
જો કોઈ ઉપકરણ પ્લગ ઇન થતાંની સાથે જ વીજળી ટ્રિપ થાય છે, તો સમસ્યા તે ઉપકરણમાં હોઈ શકે છે. આવા કિસ્સામાં, તેને અનપ્લગ કરો અને તેનું યોગ્ય ચકાસણી કરાવો.
જો તમને શોર્ટ સર્કિટની શંકા હોય, તો વાયરિંગને જાતે સ્પર્શ કરવાનો કે ઉખાડવાનો પ્રયાસ કરશો નહીં. સૌ પ્રથમ, મુખ્ય પાવર સપ્લાય બંધ કરો અને યોગ્ય તેમજ નિપૂણ ઇલેક્ટ્રિશિયનનો સંપર્ક કરો. સમયાંતરે તમારા ઘરના વાયરિંગનું નિરીક્ષણ કરવાથી અને ઉચ્ચ-ગુણવત્તાવાળા વાયર અને સલામતી ઉપકરણો ઇન્સ્ટોલ કરવાથી ભવિષ્યમાં મોટા નુકસાનને અટકાવી શકાય છે.