
પાકિસ્તાનની સેનામાં તાજેતરમાં જ મોટા સંગઠનાત્મક (Organizational) ફેરફારો થયા છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને ઘણી સત્તાઓ આપવામાં આવી છે. બીજું કે, તેમને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ (CDF) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેનાથી તેઓ પાકિસ્તાનની સેના, નૌકાદળ અને વાયુસેનાના વડા બન્યા છે.
આનો અર્થ એ થયો કે, ‘અસીમ મુનીર’ હવે પાકિસ્તાનના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે. વધુમાં, મુનીરને પાકિસ્તાનની Nuclear Weapon System નો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં થયેલા આ મોટા પરિવર્તન અને Nuclear Weapon System નું નિયંત્રણ અસીમ મુનીરને સોંપાયા પછી લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે, ભારતના પરમાણુ હથિયારોનું નિયંત્રણ કોણ કરે છે? શું વડાપ્રધાન સીધા પરમાણુ શસ્ત્રોના ઉપયોગનો આદેશ આપી શકે છે? આ માટેના નિયમો શું છે?
ભારત વિશ્વના નવ પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશોમાંનો એક છે. જો કે, ભારતની Nuclear Policy બીજા દેશો કરતા અલગ છે. ભારતનો અભિગમ સ્પષ્ટ છે કે, દેશે પરમાણુ હથિયારો કોઈ પર હુમલો કરવા માટે નહીં પરંતુ પરમાણુ શક્તિ ધરાવતા દેશોથી પોતાની સુરક્ષા માટે બનાવ્યા છે.
આથી, ભારત ક્યારેય કોઈપણ દેશ પર પહેલા પરમાણુ હુમલો કરશે નહીં. વધુમાં ભારત “No First Use” પોલિસી અપનાવે છે. આનો અર્થ એ છે કે, જ્યાં સુધી ભારતને ન્યુક્લિયર અટેકનો ખતરો ન હોય, ત્યાં સુધી ભારત પણ આ હથિયારોનો ઉપયોગ નહીં કરે.
પરમાણુ હથિયારો લોન્ચ કરવા માટે એક પણ રિમોટ કંટ્રોલની જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે, ભારતમાં પરમાણુ શસ્ત્રોનું નિયંત્રણ કોઈ એક વ્યક્તિના હાથમાં નથી, એટલે કે, વડાપ્રધાન ઇચ્છે તો પણ તેઓ એકલા હાથે પરમાણુ શસ્ત્રોના ઉપયોગનો આદેશ આપી શકતા નથી.
આ સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે. ભારતમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગેનો અંતિમ નિર્ણય ‘ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી’ દ્વારા લેવામાં આવે છે. આ સત્તામાં બે ભાગ (Political Council and Executive Council) નો સમાવેશ થાય છે.
પોલિટિકલ કાઉન્સિલની અધ્યક્ષતા પ્રધાનમંત્રી કરે છે, જ્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અધ્યક્ષતા National Security Advisor (NSA) કરે છે. ધ્યાન રાખો કે, પરમાણુ શસ્ત્રો ફક્ત તેમના આદેશ પર જ લોન્ચ કરી શકાય છે.