
ભારતીય સંસ્કૃતિ કેટલા વર્ષ જુની છે. હજારો વર્ષ કે પછી લાખો વર્ષ… જો આવો સવાલ કોઈ પૂછે તો તેનો સચોટ જવાબ ન આપી શકાય કારણે કે ભારતનો ઈતિહસ માત્ર તારીખો અને યુદ્ધો પર આધારીત નથી. પરંતુ માનવ સંસ્કૃતિના ઉત્ક્રાંતિની એક જીવંત ગાથા છે. એટલે એમ કહી શકાય કે ભારતનો ઈતિહાસ આદિ માનવથી આધુનિક રાષ્ટ સુધી પાંચ લાખ વર્ષ જુનો ગણી શકાય. જો કે ઈતિહાસના પુસ્તકોમાં જે છપાયુ છે તે તો આપણને જણાવે છે કે મનુષ્યો આફ્રિકાથી ભારત આવ્યા હતા, જો કે હડપ્પા, મોહેં-જો- દડો કરતા પણ જૂની નર્મદા ઘાટીમાંથી મળી આવેલ ‘નર્મદા હ્યુમન’નો અશ્મિ (ફોસિલ) લગભગ 5 લાખ વર્ષ જૂનો હોવાનું મનાય છે. જ સાબિત કરે છે કે હડપ્પા અને મોહેં-જો-દડો કરતા પણ લાખઓ વર્ષ પહેલા અહીં માનવ વસવાટ હતો. ઈતિહાસને સમજવા માટે તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે પ્રી-હિસ્ટોરિક એટલે જેનો કોઈ લેખિત પુરાવો નથી પ્રોટો- હિસ્ટ્રી એટલે જેના લેખિત પુરાવા મળ્યા છે પરંતુ તેને ઉકેલી શકાયા નથી. હિસ્ટોરિકલ પિરીયડ એટલે જેના તમામ...
Published On - 9:10 pm, Fri, 17 April 26