
સદીઓથી પશ્ચિમના ઈતિહાસકારો એજ થિયરી પર ભાર મુક્તા રહ્યા કે સૌથી જુની સભ્યતા મેસોપોટેમિયાની હતી. મેસોપોટેમિયાથી તેની શરૂઆત થઈ. આજનું આધુનિક ઈરાક એટલે મેસોપોટેમિયા. આ સભ્યતા દજલા અને ફરાત નામની બે નદીઓની વચ્ચે ફુલી ફાલી હતી. હવે એક મરીન ઈતિહાસકાર નિક કોલિંસે આ દાવાને પડકારતા કહ્યુ કે મેસોપોટેમમિયાથી કોઈ સભ્યતાની શરૂઆત નથી થઈ. તેની શરૂઆત ભારત થી થઈ હતી. તેના આ દાવાથી ઈતિહાસકારોની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. મેસોપોટેમિયા ક્યારેય સભ્યતાનું જનક ન હતુ: ઇતિહાસકાર મેરીટાઈમ હિસ્ટોરિયન નિક કોલિંસે સોશિયલ મીડિયા X પર લખ્યુ, મેસોપોટેમિયા ક્યારેય પણ સભ્યતાનું જનક ન હતુ, ભારત હતુ, તેમણે ઈતિહાસના એ દૃષ્ટિકોણને પણ પડકાર્યો જે પેઢી દર પેઢી દુનિયાભરમાં ભણાવવામાં આવી રહ્યો છે. કોલિંસના આ દાવાથી સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. ભારતના શહેર, ગણિત અને સમુદ્રી સંપર્ક આગળ કોલિન્સે એક વ્યાપક સબસ્ટેક કોલમમાં આ દાવા પર વિગતવાર ચર્ચા કરી છે. તેમનો તર્ક છે કે ભારતના શહેરો, ગણિત, ઉત્પાદન અને દરિયાઈ નેટવર્ક પશ્ચિમી ઇતિહાસકારો તેમના સ્કેલને સ્વીકારવા તૈયાર થયા...
Published On - 9:57 pm, Mon, 27 July 26