200 કરોડ કોરોના વેકસીનના ડોઝ પૂરા કરશે ભારત, કઈ રીતે અહીં સુધી પહોંચ્યુ ભારત? જાણો એક-એક તારીખનો હિસાબ વિગતવાર

|

Jul 16, 2022 | 6:56 PM

ભારતમાં  16 જાન્યુઆરીથી વેકસીનેશન શરૂ થયું અને ટૂંક સમયમાં આ આંકડો 200 કરોડ (200 Crore vaccine Dose) સુધી પહોંચશે.

200 કરોડ કોરોના વેકસીનના ડોઝ પૂરા કરશે ભારત, કઈ રીતે અહીં સુધી પહોંચ્યુ ભારત? જાણો એક-એક તારીખનો હિસાબ વિગતવાર
200 crore doses of corona vaccine
Image Credit source: file photo

Follow us on

2019ના છેલ્લા મહિનામાં દુનિયામાં એક ખતરનાક વાયરસની એન્ટ્રી થઈ, જેનુ નામ હતુ કોરોના વાયરસ. આ વાયરસએ ધીરેધીરે ભારત સહિત અનેક દેશોમાં તબાહી મચાવી. તે સમયે દુનિયાના કોઈ દેશ પાસે તેની દવા કે વેકસીનના હતી, જેને કારણે અનેક લોકો તેનાથી સંક્રમિત થયા. ધીરેધીરે તેનાથી થતા મોતની સંખ્યા પણ વધી. તેનાથી બચવા દુનિયાના અનેક દેશોમાં લોકડાઉન થયુ. લોકોની આર્થિક અને માનસિક સ્થિતિ બગડતી ગઈ. તેની સાથે સાથે તેની અનેક લહેરો પણ આવી જેને કારણે આખી દુનિયા હેરાન થઈ. આ બધા વચ્ચે દુનિયાના અનેક વૈજ્ઞાનિકોની અલગ અલગ શોધને કારણે ભારત સહિત અનેક દેશોએ પોતાની વેકસીન (Corona Vaccine) બનાવી. જે આ માહામારીમાં સંજીવની સમાન સાબિત થઈ. હાલમાં પણ કોરોનાનો ખતરો થયો નથી. દુનિયા હમણા પણ આ માહામારી સામે લડી રહ્યુ છે.  ભારતમાં  16 જાન્યુઆરીથી વેકસીનેશન શરૂ થયું અને ટૂંક સમયમાં આ આંકડો 200 કરોડ (200 Crore vaccine Dose) સુધી પહોંચશે.

કોરોના માહામારીના અંધકારમય સમયમાંથી ભારત આ વેકસીનેશનને કારણે જ બહાર આવી શક્યુ છે. ચાલો જાણીએ કે આ લક્ષ્ય સુધી ભારત કઈ રીતે પહોંચ્યુ. ભારતની આ ઉપલ્બધિ પર આખુ વિશ્વ તેની પ્રશંસા કરી રહી છે. ભારતની આ ઐતિહાસિક ઉપલ્બધિમાં એક એક તારીખનો હિસાબ વિગતવાર.

  1. 2 જાન્યુઆરી, 2021- Covishield અને Covaxin ના ઈમરજન્સી ઉપયોગને ભારતમાં મંજૂરી આપવામાં આવી હતી. તે દિવસથી દેશમાં કોરોના વેકસીન શરૂ કરવામાં આવી હતી.
  2. 16 જાન્યુઆરી, 2021- દેશમાં આરોગ્ય કર્મચારીઓને પ્રાધાન્ય આપીને તેમને વેકસીન આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
  3. આ પણ વાંચો

  4. 2 ફેબ્રુઆરી 2021 – ફ્રન્ટલાઈન વર્કરસને પણ વૈકસીન આપવા લાયક લોકોના પ્રાથમિકતા જૂથમાં સામેલ કરવામાં આવ્યા.
  5. 19 ફેબ્રુઆરી 2021- એક કરોડ લોકોને વેકસીન આપવામાં આવી.
  6. 1 માર્ચ, 2021- 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45-60 વર્ષની વચ્ચેના બીમાર લોકો વેકસીનેશન માટે પાત્ર બન્યા.
  7. 1 એપ્રિલ, 2021- 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેકસીન આપવાની જાહેરાત.
  8. 11 એપ્રિલ 2021- ભારતે 100 લાખ કોરોના વેકસીનના ડોઝનું આપવાની સિદ્ધિ હાંસલ કરી.
  9. 1 મે ​​2021 – 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ નાગરિકો વેકસીન માટે પાત્ર બન્યા.
  10. 12 જૂન , 2021- વૈકસીનના 250 લાખ ડોઝ પૂરા કરવામાં આવ્યા હતા.
  11. 21 જૂન 2021- 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે મફત વેકસીનેશનની જાહેરાત.
  12. 6 ઓગસ્ટ 2021- ભારતમાં વેકસીનેશનમાં 500 લાખ ડોઝ પૂરા કરવામાં આવ્યા હતા.
  13. 13 સપ્ટેમ્બર 2021- ભારતમાં વેકસીનેશનમાં 750 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.
  14. 17 સપ્ટેમ્બર, 2021- વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર દેશમાં 2.51 કરોડ વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા. આ એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા.
  15. 21 ઓક્ટોબર 2021- ભારતે કોરોના વેકસીનેશનમાં 100 કરોડનું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
  16. 3 જાન્યુઆરી, 2022 – ભારતમાં 15 થી 18 વર્ષની વય જૂથના કિશોરોએ કોવિડ -19 માટે વેકસીન મેળવવાનું શરૂ કર્યું છે.
  17. 7 જાન્યુઆરી 2022 – ભારતમાં 150 કરોડ લોકોને વેકસીન આપવામાં આવી.
  18. 10 જાન્યુઆરી, 2022- આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કરસ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોસ્નરી ડોઝ મળવાનું શરૂ કર્યુ.
  19. 15 માર્ચ, 2022- ભારતની કેન્દ્ર સરકારે 12-14 વર્ષના બાળકો માટે વેકસીનેશન શરૂ કર્યુ.
  20. 15 જુલાઈ 2022- 18 વર્ષથી 59 વર્ષની વયના લોકોને મફત બૂસ્ટર ડોઝ આપવાનું શરુ થયુ.
  21. થોડા સમયમાં ભારત 200 કરોડ કોરોના વેકસીનના ડોઝ પૂરા કરશે.
Next Article