જો તમારી પાસે પણ 5 વર્ષ જૂનું સિમ કાર્ડ છે, તો જાણી લો તમે કેવા પ્રકારના માણસ છો

આજના સમયમાં જ્યાં લોકો ફોન બદલવાની સાથે મોબાઈલ નંબર પણ બદલતા રહે છે, ત્યાં કેટલાક લોકો એવા પણ છે જે વર્ષો સુધી એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે.

જો તમારી પાસે પણ 5 વર્ષ જૂનું સિમ કાર્ડ છે, તો જાણી લો તમે કેવા પ્રકારના માણસ છો
| Updated on: Apr 26, 2025 | 8:57 PM

આજના સમયમાં જ્યાં લોકો ફોન બદલવાની સાથે મોબાઈલ નંબર પણ બદલતા રહે છે, ત્યાં કેટલાક લોકો એવા પણ છે જે વર્ષો સુધી એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે.
જો કે, આ એક મોબાઈલ નંબર થકી આપણે વ્યક્તિની પર્સનાલિટી વિશે જાણી શકીએ છીએ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે છેલ્લા 5 વર્ષથી એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે કેવા પ્રકારના માણસ છો. વધુ રસપ્રદ વાત એ છે કે, વીડિયો જોયા પછી લોકો પોતાને ઓબ્ઝર્વ કરી રહ્યા છે અને એમાંય પોતાનો મંતવ્ય આપી રહ્યા છે.

તમારો મોબાઈલ નંબર તમારા વિશે આ 5 વાતો કહે છે:

આ વીડિયો 31 સેકન્ડ જેટલો છે અને કારની અંદરથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, 5 વર્ષ અને એક જ મોબાઈલ નંબર.

  1. તમારી ઉપર કોઈ કોર્ટ કે પોલીસ કેસ નથી.
  2. તમે તમારા પાર્ટનર પ્રત્યે ઈમાનદાર છો.
  3. તમારી પર કોઇ પણ પ્રકારનું દેવું કે લોન નથી.
  4. તમે સમાજમાં વ્યવહારુ માણસ છો અને તમે કોઈને કોઇ અડચણ પહોંચાડી નથી.
  5. તમે એક જવાબદાર અને વિશ્વાસુ વ્યક્તિ છો.

આ વીડિયો 20 એપ્રિલના રોજ માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર @aksh_44 હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોને 1 લાખ 80 હજારથી વધુ વ્યૂઝ અને 37 હજાર લાઇક્સ મળી ચૂકી છે.

કમેંટમાં @ahari_naresh નામના યુઝરે લખ્યું કે, મારી પાસે 15 વર્ષથી એક જ નંબર છે, જ્યારે હું ધોરણ 12માં હતો ત્યારે આ નંબર મને પપ્પાએ આપ્યો હતો અને મારી પાસે હજુ પણ એ જ નંબર છે. જ્યારે @CaptRathee એ કહ્યું કે, મારી પાસે છેલ્લા 21 વર્ષથી આ જ છે. તેવી જ રીતે, કેટલાક યુઝર્સે કહ્યું કે, તેઓ 10 વર્ષથી એક જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે.

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.