Knowledge : ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ જેવા સામાન પડી જાય તો કરો આ કામ, ભારતીય રેલવે પાસેથી પાછો મળશે સામાન

Indian Railways: ટ્રેનમાં યાત્રા કરતી વખતે જો તમારો મોબાઈલ કે પર્સ પડી જાય તો ગભરાવવાની જરુર નથી, તમે સરળતાથી આ રીતે ભારતીય રેલવે પાસેથી તમારો સામાન પરત મેળવી શકો છો.

Knowledge : ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ જેવા સામાન પડી જાય તો કરો આ કામ, ભારતીય રેલવે પાસેથી પાછો મળશે સામાન
Indian Railways
Image Credit source: File photo
| Edited By: | Updated on: Feb 05, 2023 | 8:17 PM

ભારતીય રેલવે ભારતના લોકો માટે એક લાઈફલાઈન સમાન છે. ભારતીય રેલવે નેટવર્ક દેશના ખૂણે ખૂણે પઠરાયેલું છે. આ ભારતીય રલવે નેટવર્ક દુનિયામાં ચોથા નંબર પર છે. ઘણાં લોકો ભારતીય રેલવેમાં રોજ યાત્રા કરતા હોય છે. કેટલાક લોકો રોજ દૂર ઓફિસ જવા માટે, કેટલાક લોકો એક રાજયમાંથી બીજા રાજ્યમાં જવા માટે, કેટલાક લોકો લાંબા વેકેશન પર જવા માટે ભારતીય રેલવેનો ઉપયોગ કરતા હોય છે. ભારતીય રેલવે અનેક ફેરિયાઓ માટે પર રોજગારી પૂરી પાડે છે.

ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે દરેક યાત્રા સારી જાય તેવું જરુરી નથી. ઘણીવાર ભારતીય રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા સમયે અનિચ્છનીય ઘટનાઓ પણ બનતી હોય છે. ઘણા લોકોના સામાન ચાલતી ટ્રેનમાંથી પડી જતા હોય છે. જો તમારા ફોન કે પર્સ જેવા સામાન ચાલતી ટ્રેનમાંથી પડી જાય તો તમારે ગભરાવવાની જરુર નથી, તમે સરળતાથી તે સામાન પાછો મેળવી શકો છો.

ઘણા લોકો પોતાનો કિંમત સામાન પડી જાય તો ટ્રેનની ચેન ખેંચીને ટ્રેન રોકી લેતા હોય છે. તેના કારણે અનેક લોકોની મુસાફરી અટકે છે. આવી ઘટનામાં ચેન ખેંચવાની જરુર નથી, તમારે તેના માટે દંડ પણ ભરવો પડી શકે છે. ચાલો જાણીએ કે ભારતીય રેલવે પાસેથી આવા સામાન પાછા કઈ રીતે મેળવી શકાય.

ચાલતી ટ્રેનમાંથી પડી ગયેલો સામાન આ રીતે મેળવો

ટ્રેનમાં યાત્રા કરતા સમયે જો તમારો કિંમતી સામાન ચાલતી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર પડી જાય તો તમારે તમારુ ધ્યાન કિનારા પર લગાવેલા પોલ પર કેન્દ્રીત કરવું જોઈએ. રેલવે ટ્રેકના કિનારે લાગેલા પોલ અને સાઈડ ટ્રેક પર લાગેલા નંબરને નોંધી લો. જો તમારો ફોન પડી ગયો હોય તો અન્ય યાત્રીનો ફોન લઈને RPF અને 182 નંબર પર સૂચના આપવી જોઈએ.

જો તમે આ નંબર પર તરત તે પોલ કે સાઈટ ટ્રેકના નંબરની માહિતી આપશો તો તમારો સામાન મળવાની સંભાવના વધી જશે. પોલીસ તરત તે જગ્યાએ પહોંચી જશે. જણાવી દઈએ કે ત્યારબાદ તમે રેલવે પોલીસનો સંપર્ક કરીને કાયદાકીય પ્રક્રિયા પતાવીને તમારો સામાન મેળવી શકો છો.

ભારતીય રેલવેના હેલ્પલાઈન નંબર

  1. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) નંબર – 182
  2. સિક્યોરિટી માંગવા માટે (GRP)નંબર – 1512
  3. રેલ પેસેન્જર હેલ્પ લાઈન નંબર – 138