પાન પર લગાવાતો સફેદ ચૂનો બને છે કેવી રીતે? જાણો પથ્થરથી પાન સુધીની સફર

પાન ખાતી વખતે પાનના પાંદડા પર લગાવવામાં આવતો ચૂનો સામાન્ય લાગે છે. પરંતુ આ ચૂનો તૈયાર થવાની પ્રક્રિયા લાંબી હોય છે. સોશિયલ મીડિયા પર @process.bharat નામના YouTube એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, પાનનો ચૂનો મુખ્યત્વે ચૂનાના પથ્થરમાંથી તૈયાર કરવામાં આવે છે.

પાન પર લગાવાતો સફેદ ચૂનો બને છે કેવી રીતે? જાણો પથ્થરથી પાન સુધીની સફર
Betel Leaf Paan Chuna
Image Credit source: iStock
| Updated on: Aug 22, 2026 | 12:41 PM

ચૂનો બનાવવાની શરૂઆત પહાડો અને ખાણોમાંથી મોટા ચૂનાના પથ્થરો કાઢવાથી થાય છે. આ પથ્થરોને નાના ટુકડાઓમાં તોડીને ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. ઊંચા તાપમાને ગરમ કરવાની પ્રક્રિયામાં પથ્થરમાં રહેલું કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય છે અને ત્યારબાદ ક્વિકલાઇમ એટલે કે અનબુઝાયેલો ચૂનો તૈયાર થાય છે.

આ ચૂનો સીધો ઉપયોગ કરવા માટે યોગ્ય નથી. તેમાં પાણી ઉમેરવામાં આવે ત્યારે ખૂબ જ ગરમી ઉત્પન્ન કરતી રાસાયણિક પ્રક્રિયા થાય છે. પાણી પડતાં ચૂનો ગરમ થઈ જાય છે અને આ પ્રક્રિયાને ચૂનો બુઝાવવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કઠોર ચૂનો સફેદ પાઉડર અથવા પેસ્ટના સ્વરૂપમાં બદલાય છે.

પાનમાં લગાવવા માટેનો ચૂનો બારીક અને નરમ હોવો જરૂરી

પાનમાં લગાવવા માટે ચૂનો એકદમ બારીક અને નરમ હોવો જરૂરી છે. તેથી તેને પાણીમાં ભેળવીને કપડા અથવા ઝીણી છલણીથી ગાળવામાં આવે છે. આ પ્રક્રિયાથી તેમાં રહેલા નાના કણો અને અશુદ્ધિઓ અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તૈયાર થયેલા ચૂનાને પાણી સાથે થોડા સમય માટે રાખવામાં આવે છે, જેથી તેની ગરમી અને તીવ્રતા ઘટે. કેટલાક પરંપરાગત પાનવાળા તેને વધુ નરમ બનાવવા માટે દૂધ, દહીં અથવા ગુલાબજળ જેવા ઘટકોનો ઉપયોગ કરતા હોવાના દાવા પણ કરવામાં આવે છે.

કઠોર ચૂનાના પથ્થરમાંથી તયાર થાય છે ચૂનો

આ રીતે ખાણમાંથી નીકળેલા કઠોર ચૂનાના પથ્થરમાંથી અનેક પ્રક્રિયાઓ બાદ પાન પર લગાવવામાં આવતો નરમ ચૂનો તૈયાર થાય છે. જોકે, ચૂનો ખાદ્ય ઉપયોગ માટે સુરક્ષિત છે કે નહીં તે તેની ગુણવત્તા અને યોગ્ય પ્રક્રિયા પર આધાર રાખે છે, તેથી અજાણ્યા સ્ત્રોતનો ચૂનો ખાવાથી બચવું જરૂરી છે.

નોંધ : આ સ્ટોરી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ પર આધારિત છે. તેની TV9 ગુજરાતી દ્વારા સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી. સ્વાસ્થ સંબંધિત જાણકારનો સંપર્ક કરવો

Trending Video : બ્રેડ ખાવાથી ખરેખર કેન્સર થાય છે? વાયરલ દાવામાં કેટલું સત્ય છે ! જાણો

Follow Us
Loading...
Unable to load recommendations.