
સામાન્ય રીતે વિશ્વના મોટા ભાગના દેશોમાં મહિલાઓ અને પુરુષોની વસ્તી લગભગ સમાન હોય છે અથવા તો થોડો ફરક જોવા મળે છે. પરંતુ વૈશ્વિક આંકડાઓ અનુસાર કેટલાક દેશો એવા છે જ્યાં કુલ વસ્તીમાં મહિલાઓનો હિસ્સો 53 ટકા કરતાં પણ વધુ છે. મહિલાઓની આ વધારાની સંખ્યા માત્ર સામાજિક માળખાને જ નહીં પરંતુ લિંગ અસંતુલનને પણ દર્શાવે છે. આ ભૌગોલિક વિસ્તારોમાં, મહિલાઓની કુલ વસ્તી 53 ટકાથી પણ વધુ છે.
1. હોંગકોંગ : વિશ્વમાં સૌથી વધુ મહિલા વસ્તી ધરાવતા વિસ્તારોમાં હોંગકોંગ પ્રથમ સ્થાને છે. અહીં કુલ વસ્તીમાં મહિલાઓની સંખ્યા આશરે 54.9 ટકા છે. જે પુરુષોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મહિલાઓને મળતી સારી આરોગ્ય સેવાઓ અને તેમની વધુ આયુષ્ય આ તફાવતનું મુખ્ય કારણ બને છે.
2. મોલ્દોવા : આ યાદીમાં બીજા સ્થાને મોલ્દોવા દેશ છે. અહીં કુલ વસ્તીમાં મહિલાઓનો હિસ્સો આશરે 54 ટકા છે. મહિલાઓની વધુ સંખ્યા દેશના સામાજિક અને આર્થિક માળખા પર પણ અસર કરે છે.
3. મકાઉ : મકાઉ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. કુલ વસ્તીમાં કુલ મહિલાઓનો હિસ્સો આશરે 53.9 ટકા સુધી છે.
4. લાટવિયા : ચોથા ક્રમે લાટવિયા છે. અહીં મહિલાઓની વસ્તી આશરે 53.7 ટકા છે. આરોગ્ય સેવાઓ અને લાંબી જીવનપ્રત્યાશા તેના મુખ્ય કારણો માનવામાં આવે છે.
5. આર્મેનિયા : પાંચમા સ્થાને આર્મેનિયા છે. જ્યાં મહિલાઓ કુલ વસ્તીના આશરે 53.6 ટકા છે.
6. રશિયા : છઠ્ઠા ક્રમે રશિયા આવે છે. અહીં પણ મહિલાઓની વસ્તી આશરે 53.6 ટકા છે.
7. યુક્રેન : સાતમા સ્થાને યુક્રેન છે. જ્યાં મહિલાઓની વસ્તી આશરે 53.5 ટકા છે.
8. જ્યોર્જિયા : આઠમા ક્રમે જ્યોર્જિયા દેશ આવે છે. અહીં કુલ વસ્તીમાં મહિલાઓની ભાગીદારી આશરે 53.4 ટકા છે.
9. બેલારુસ : નવમા સ્થાને બેલારુસ છે. જ્યાં મહિલાઓની વસ્તી આશરે 53.4 ટકા છે.
10. પ્યુર્ટો રિકો : ટોપ-10 યાદીમાં દસમા સ્થાને પ્યુર્ટો રિકો છે. અહીં કુલ વસ્તીમાં મહિલાઓની સંખ્યા આશરે 52.9 ટકા છે.
નોંધ : અહીં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ ન્યૂઝ રિપોર્ટ્સ, મીડિયા રિપોર્ટ્સ અને ઉપલબ્ધ સ્ત્રોતોના આધારે રજૂ કરવામાં આવેલી છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.