Exit Poll એટલે શું ? જાણો પરિણામ પહેલા જ ભવિષ્યવાણી કરતા એક્ઝિટ પોલની સંપૂર્ણ પ્રોસેસ

|

Dec 06, 2022 | 6:16 PM

Exit Polls History : એક્ઝિટ પોલ એટલે શું ? આ તમામ એક્ઝિટ પોલને કાયદાકીય માન્યતા મળી છે ? આ એક્ઝિટ પોલ કઈ રીતે થતા હશે ? તો ચાલો જાણીએ એક્ઝિટ પોલ અને એક્ઝિટ પોલની સંપૂર્ણ પ્રક્રિયા અંગેની રસપ્રદ વાતો.

Exit Poll એટલે શું ? જાણો પરિણામ પહેલા જ ભવિષ્યવાણી કરતા એક્ઝિટ પોલની સંપૂર્ણ પ્રોસેસ
Exit Polls
Image Credit source: File photo

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. ગુજરાતની 182 વિધાનસભા બેઠકના ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ ગયા છે. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની દરેક બેઠકના પરિણામ જાહેર થશે. પણ એ પહેલા જ ગઈકાલે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ સાંજે 6.30 કલાક બાદ તમામ ન્યૂઝ ચેનલોમાં પરિણામ અંગેની ભવિષ્યવાણી જોવા મળી હતી. TV9 નેટવર્ક સહિત અનેક એજન્સીના સર્વે આખા ગુજરાતમાં ફરતા થયા છે. તમામ એક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને બહુમતી મળતી દેખાય છે. બીજા સ્થાને કોંગ્રેસ અને ત્રીજા સ્થાને આમ આદમી પાર્ટી રહે તેવા અનુમાન તમામ એજન્સીના સર્વે પરથી જાણવા મળી રહ્યા છે.

આ બધા વચ્ચે સામાન્ય જનતાના મનમાં એ સવાલ સંભાવિક છે કે મતગણતરી પહેલા જ આવા પરિણામનું અનુમાન કેવી રીતે લગાવી શકાય. એક્ઝિટ પોલ એટલે શું ? આ તમામ એક્ઝિટ પોલને કાયદાકીય માન્યતા મળી છે ? આ એક્ઝિટ પોલ કઈ રીતે થતા હશે ? તો ચાલો જાણીએ એક્ઝિટ પોલ અને એક્ઝિટ પોલની સંપૂર્ણ પ્રક્રિયા અંગેની રસપ્રદ વાતો.

એક્ઝિટ પોલ એટલે શું ?

સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો

એક્ઝિટ પોલ ચૂંટણીમાં મતદાન સમયે કરવામાં આવતો એક સર્વે હોય છે. આ સર્વેમાં મતદાન કરીને આવનાર મતદાતા પાસેથી માહિતી મેળવીને નોંધ કરવામાં આવે છે. આ પ્રક્રિયા વ્યાપક સ્તર પર થાય છે. તેના પરથી કઈ પાર્ટી જીતી શકે છે તે નક્કી કરવામાં આવે છે. જેને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે. તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ અલગ અલગ સર્વે કરતી એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવે છે.

એક્ઝિટ પોલની શરુઆત કયા સમયથી થઈ ?

મીડિયા રિપોર્ટ અનુસાર, એક્ઝિટ પોલની શરુઆત વર્ષ 1980માં ભારતીય મીડિયામાં થઈ હતી. દૂરદર્શનમાં વર્ષ 1996માં એક્ઝિટ પોલની શરુઆત થઈ હતી. ભારતમાં એક્ઝિટ પોલની શરુઆતને શ્રેય ઈન્ડિયન ઈંસ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનયનના ચીપ એરિક ડી કોસ્ટાને ભાગે જાય છે. કહેવાય છે કે ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલની મદદથી જનતાનો મિજાજ જાણનારા તેઓ પહેલા પહેલા વ્યક્તિ હતા. એવું પણ માનવામાં આવે છે કે એક્ઝિટ પોલની શરુઆત દુનિયામાં વર્ષ 1940માં થઈ હતી. એક માન્યતા એવી પણ છે કે વર્ષ 1967માં એક સમાજશાસ્ત્રી અને પૂર્વ રાજનીતિજ્ઞ માર્સેલ વાન ડેન દ્વારા દેશમાં એક્ઝિટ પોલની શરુઆત થઈ.

કઈ રીતે થાય છે એક્ઝિટ પોલ ?

મતદાન સમયે સવારથી સાંજ સુધીમાં વોટિંગ પેટર્નમાં ફેરફાર થતા રહે છે. તેવામાં ખોટા પરિણામ ન મળે તે માટે એક જ સમય પર આ સર્વે કરવામાં આવે છે. સર્વે કરનાર વ્યક્તિ દરેક ચૂંટણીમાં મતદાન મથક પર જાય છે અને એ જ સમયે જાય છે જે સમયે તે પહેલાના મતદાન સમયે ગયો હતો. તેના પરથી મેળવવામાં આવેલા આંકડાની સરખામણી કરીને એક્ઝિટ પોલ નક્કી કરવામાં આવે છે. વોટના પ્રમાણમાં જે ફેરફાર થયો હોય તેની ગણતરી કરીને પણ એક્ઝિટ પોલ નક્કી કરવામાં આવે છે.

એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં શું અંતર છે ?

એક્ઝિટ પોલમાં મતદાતાને મતદાન બાદ સવાલ પૂછવામાં આવે છે. જ્યારે ઓપિનિયન પોલમાં મતદાન 1-2 અઠવાડિયા પહેલા જ સર્વે કરીને મતદાતાઓનો મિજાજ જાવવામાં આવે છે. જોકે ઘણા સમયથી આ ઓપિનિયન પોલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મતદાન બાદ જ બતાવવામાં આવે છે એક્ઝિટ પોલ ?

ભારતીય કાયદાની 1951ની ધારા 126 એ અનુસાર મતદાન અનુસાર એવી કોઈ વસ્તુ ના બતાવી શકાય તે મતદાતાઓના મન પર અસર કરે અને તેમના નિર્ણયને પ્રભાવિત કરે. આ વર્ષે પણ મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 6.30 કલાક બાદ એક્ઝિટ પોલના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

એક્ઝિટ પોલ હંમેશા સાચા જ હોય છે ?

એક્ઝિટ પોલ હંમેશા સાચા હોતા નથી. ભૂતકાળમાં અનેક એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. ભારતના ઈતિહાસમાં એક્ટિઝ પોલ સચોટ રીતે સાચા પડ્યા નથી. અંતિમ પરિણામ એક્ઝિટ પોલથી વિપરિત હોય છે. અનેક રાજકીય પાર્ટીઓ આ એક્ટિઝ પોલનો વિરોધ પણ કરતા હોય છે.

Next Article