GK Quiz : પ્રથમ સેલ્ફી ક્યારે લેવામાં આવી હતી? જાણો કયા દેશમાં લેવાઈ હતી પ્રથમ સેલ્ફી

જનરલ નોલેજ તમે પુસ્તકો, અખબારો વાંચવાથી અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત કરી શકો છો. આજે અમે તમારા માટે આવા જ કેટલાક સવાલોના જવાબ લઈને આવ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

GK Quiz : પ્રથમ સેલ્ફી ક્યારે લેવામાં આવી હતી? જાણો કયા દેશમાં લેવાઈ હતી પ્રથમ સેલ્ફી
First Selfie
| Edited By: | Updated on: Jul 15, 2023 | 1:50 PM

GK Quiz : જનરલ નોલેજનો (General Knowledge) અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ જેમાં કોઈ એક વિષય નથી. જનરલ નોલેજ ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિત ધણા વિષયોની શ્રેણીને આવરી લે છે.

જનરલ નોલેજ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે, જે તમને દરેક ક્ષેત્રે મદદ કરે છે. જનરલ નોલેજ તમે પુસ્તકો, અખબારો વાંચવાથી અને વર્તમાન ઘટનાઓ સાથે સતત અપડેટ રહેવાથી પ્રાપ્ત કરી શકો છો. આજે અમે તમારા માટે આવા જ કેટલાક સવાલોના જવાબ લઈને આવ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો ISRO Scientist Salary: કરોડોના સ્પેસ મિશન કરનાર વૈજ્ઞાનિકોની કમાણી કેટલી ? જાણો તેમની જવાબદારી અને સુવિધાઓ વિશે

પ્રશ્ન – વિશ્વનું સૌથી મોટું પ્રાણી કયું છે?
જવાબ – બ્લુ વ્હેલ

પ્રશ્ન – વિશ્વનું સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે?
જવાબ – ચિત્તો, જે 75 માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે

પ્રશ્ન – વિશ્વમાં સૌથી લાંબુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે?
જવાબ – કાચબો, જે 200 વર્ષથી વધુ જીવી શકે છે

પ્રશ્ન – વિશ્વનું સૌથી દુર્લભ પ્રાણી કયું છે?
જવાબ – ચાઇનીઝ ખિસકોલી, જેની સંખ્યા 2,000થી પણ ઓછી છે

પ્રશ્ન – વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે?
જવાબ – એન્જલ ધોધ, જે વેનેઝુએલામાં આવેલ છે

પ્રશ્ન – કયું પ્રાણી વિશ્વના સૌથી ખુશ પ્રાણી તરીકે ઓળખાય છે?
જવાબ – ક્વોક્કા

“ક્વોક્કા” એક એવું પ્રાણી છે જેના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે. તેથી જ તેને વિશ્વનું સૌથી ખુશ પ્રાણી કહેવામાં આવે છે અને તે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના સ્વેમ્પી વિસ્તારો અને જંગલોમાં જોવા મળે છે.

પ્રશ્ન – પ્રથમ સેલ્ફી ક્યારે લેવામાં આવી હતી?
જવાબ – વર્ષ 1839માં

લગભગ 184 વર્ષ પહેલાં 1839માં 30 વર્ષીય રોબર્ટ કોર્નેલિયસે લીધી હતી. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં તેના પિતાના સ્ટોરની પાછળ એક કેમેરા લગાવ્યો હતો. તેણે લેન્સની કેપને પાંચ મિનિટ માટે બહાર કાઢી અને ફરીથી લગાવી હતી. આ પછી જે તસવીર સામે આવી તેને પ્રથમ સેલ્ફ પોટ્રેટ (સેલ્ફી) કહેવામાં આવે છે. 2013માં ઓક્સફોર્ડ ડિક્શનરીમાં સેલ્ફી શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો