
GK Quiz : સમોસા એ ભારતનો ખૂબ જ પ્રખ્યાત અને પ્રિય નાસ્તો (Breakfast) છે. દરેક ભારતીયને સમોસા ખાવાનું પસંદ હોય છે. પરંતુ એક એવો દેશ છે જ્યાં સમોસા ખાવા પર પ્રતિબંધ છે. આ દેશમાં સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા માટે સજાની પણ જોગવાઈ છે. આનું કારણ જાણીને તમે ચોંકી જશો.
સોમાલિયા દેશમાં સમોસા ખાવા પર પ્રતિબંધ છે. સોમાલિયામાં સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા માટે સજાની જોગવાઈ છે. સોમાલિયાના ઉગ્રવાદી જૂથો માને છે કે, સમોસાનો આકાર ત્રિકોણકાર છે, જે ખ્રિસ્તી સમુદાયના પવિત્ર પ્રતીક જેવું લાગે છે. તેથી સોમાલિયામાં સમોસા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, સોમાલિયામાં સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા માટે સજાની પણ જોગવાઈ છે.
આ પણ વાંચો GK Quiz: શું ગુજરાતમાં દોડે છે ભારતની સૌથી હાઈસ્પીડ ટ્રેન ? જાણો કઈ છે ભારતની સૌથી ઝડપી ટ્રેન
કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સોમાલિયામાં સમોસા ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે ભૂખમરાથી મૃત્યુ પામેલા પ્રાણીઓના માંસનો ઉપયોગ સમોસામાં કરવામાં આવતો હતો. એવું પણ કહેવામાં આવ્યું છે કે સમોસાનો આકાર આક્રમકતાનો આકાર છે.
જો કે, અમે તમને જણાવી દઈએ કે સમોસા બનાવવાની રીત પ્રાણીઓના માંસમાંથી નહીં પરંતુ બટેટા અને લોટમાંથી બનાવવામાં આવે છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે, જે બટાકાને લોટમાં ભરીને તેને તળીને બનાવવામાં આવે છે. તમે તેને ચટણી સાથે પણ ખાઈ શકો છો. કહેવાય છે કે સમોસા ભારતમાંથી આવ્યા હતા. આ પછી તે અન્ય દેશોમાં લોકપ્રિય થવા લાગ્યા. સમોસાના ઈતિહાસની વાત કરીએ તો 16મી સદીના મુઘલ કાળમાં પણ સમોસાનો ઉલ્લેખ જોવા મળે છે.
Published On - 12:58 pm, Wed, 27 September 23