
GK Quiz : જ્યારે કારકિર્દીની (Career) વાત આવે છે, ત્યારે સૌપ્રથમ એ બાબત ધ્યાનમાં આવે છે કે, અભ્યાસ પછી સારી નોકરી કેવી રીતે મેળવવી જેથી લાઈફ સેટલ થઈ જાય. આજે અમે તમને નોકરી મેળવવામાં મદદ કરતા જનરલ નોલેજના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો જણાવી રહ્યા છીએ. આ તમને તમારું GK વધારવામાં મદદ કરશે તેમજ તમને દેશ, વિશ્વ અને ઇતિહાસ વિશે પણ માહિતી આપશે.
આ પણ વાંચો GK Quiz: વિશ્વના કયા દેશોમાં એક પણ એરપોર્ટ નથી, જાણો તેની વિશેષતા
પ્રશ્ન – આથમતા સૂર્યનો દેશ કોને કહેવાય છે?
જવાબ – નોર્વેને
પ્રશ્ન – આમલીની ચા પીવાથી કયો રોગ મટે છે?
જવાબ – મેટાબોલિક સિન્ડ્રોમ
પ્રશ્ન – કોણાર્કનું સૂર્ય મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
જવાબ – ઓડિશામાં
પ્રશ્ન – માનવ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં હોય છે?
જવાબ – કાનમાં
પ્રશ્ન – એશિયાનું સૌથી મોટું જથ્થાબંધ મસાલા બજાર ક્યાં છે ?
જવાબ – દિલ્હીમાં
પ્રશ્ન – વિશ્વમાં કયા દેશમાં સૌથી કડક કાયદો છે?
જવાબ – સાઉદી અરેબિયામાં
પ્રશ્ન – ભારતની સૌથી પહોળી નદી કઈ છે?
જવાબ – બ્રહ્મપુત્રા
પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં 12 નહીં, પરંતુ 13 મહિનાનું હોય છે એક વર્ષ ?
જવાબ – ઇથોપિયા
આફ્રિકન દેશ ઇથોપિયાનું કેલેન્ડર વિશ્વ કરતાં 7 વર્ષ અને 3 મહિના પાછળ ચાલે છે. આ દેશ અન્ય ઘણી બાબતોમાં સંપૂર્ણપણે અલગ છે, જેમ કે અહીં એક વર્ષમાં 12ને બદલે 13 મહિના હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં નવું વર્ષ 1 જાન્યુઆરીએ નહીં પરંતુ 11 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.
ઈથોપિયાનું કેલેન્ડર 7 વર્ષ પાછળ છે. અહીંનું કેલેન્ડર સમગ્ર વિશ્વના કેલેન્ડરથી અલગ છે. ઇથોપિયાના લોકો જુલિયસ સીઝર દ્વારા બનાવેલા કેલેન્ડરનો ઉપયોગ કરે છે. તેથી જ આ દેશમાં 12ને બદલે 13 મહિનાનું વર્ષ છે અને આ દેશ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં 7 વર્ષ પાછળ છે. જ્યારે સમગ્ર વિશ્વએ ગ્રેગોરિયન કેલેન્ડરને તેના આધાર તરીકે સ્વીકાર્યું, ત્યારે ઇથોપિયાએ આ કેલેન્ડરને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને જુલિયસ સીઝર દ્વારા બનાવેલા જુલિયન કેલેન્ડરને અનુસરવાનું શરૂ કર્યું.