
ડિજિટલ યુગમાં હવે મુસાફરી માટે મોટાભાગે લોકો ટિકિટ ઓનલાઈન બુક કરવાનું પ્રિફર કરતા હોય છે. ત્યારે ભારતીય રેલ્વેમાં મુસાફરી કરવા માટે મુસાફરોને ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરવાનો વિકલ્પ મળે છે. આ ટિકિટ E-ટિકિટ અથવા i-ટિકિટના રૂપમાં હોઈ શકે છે. આજે આ બંને વચ્ચેનો તફાવત જોઈએ.
ભારતમાં મોટભગના લોકો ટ્રેન દ્વાર મુસાફરી કરે છે. એટલેકે લાંબા રૂટમાં પરિવહન માટે ટ્રેન એક માત્ર ઉપાય લોકો માટે છે. જો કોઈ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોય તો તેણે E-ટિકિટ અને i-ટિકિટ વિશે સાંભળ્યું તો હશે જ જો કે, ઘણા લોકોને ખબર નથી કે E-ટિકિટ અને i-ટિકિટ શું છે અને તેમની વચ્ચે શું તફાવત છે? ઘણા લોકો આ વાતને લઈ મૂંઝવણમાં મુકાયા છે. આજે આ મૂંઝવણ દૂર કરી E-ટિકિટ અને i-ટિકિટને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ.
ભારતીય રેલ્વેમાં મુસાફરી કરવા માટે મુસાફરોને ક્યાં તો પ્લેટફોર્મ પર ટિકિટ બુક કરાવી શકે ક્યા તો ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરવાનો વિકલ્પ મળે છે. આ ટિકિટ E-ટિકિટ અથવા i-ટિકિટના રૂપમાં હોઈ શકે છે. સામાન્ય રીતે, E-ટિકિટ એ પ્રિન્ટેડ ટિકિટ છે, જ્યારે i-ટિકિટ એ ભારતીય રેલવે વતી મુસાફરને કુરિયર કરવામાં આવે છે.
E-ટિકિટ એ i-ટિકિટકરતાં થોડી સસ્તી છે. મહત્વનુ છે કે, કુરિયરના ખર્ચને આવરી લેવા માટે આઇ-ટિકિટમાં ડિલિવરી ચાર્જ પણ સામેલ કરવામાં આવે છે. તો કોઈ મુસાફરને તાત્કાલિક પ્રવાસ કરવાના સંજોગ ઊભા થાય તો ઈ-ટિકિટ તેઓ બુક કરી શકે છે. જ્યારે i-ટિકિટ બે દિવસ અગાઉ બુક કરાવવી પડે છે.
જો મુસાફરી રદ કરવાની નોબત આવે તેવા સંજોગોમાં E-ટિકિટ રદ કરવી સરળ છે. કારણકે તે માત્ર ઓનલાઈન જ રદ કરી શકાય છે. જ્યારે i-ટિકિટ ઓનલાઈન કેન્સલ કરી શકાતી નથી. આ માટે રેલ્વે સ્ટેશન પર યોગ્ય કાઉન્ટર પર જઈને એક ફોર્મ ભરવાનું રહેશે. E-ટિકિટમાં સીટ બર્થ કન્ફર્મ અથવા આરએસી હોય છે. કન્ફર્મ થાય ત્યારે, I-ટિકિટમાં ત્રણેય કેટેગરીમાં RAC અથવા વેઇટિંગ મળી શકે છે.
ઈ-ટિકિટ એટલે ઈલેક્ટ્રોનિક પ્રિન્ટેડ ટિકિટ. રેલવેમાં મુસાફરી કરનાર મુસાફરો તેમની અનુકૂળતા મુજબ આ ટિકિટ પ્રિન્ટ કરાવી શકશે. E-ટિકિટ રેલ્વે કાઉન્ટર પર જાણ્યા વિના ઘરેથી અથવા કોઈપણ કોમ્પ્યુટર કાફેમાંથી ઓનલાઈન બુક કરવામાં આવે છે. તેની વેલિડિટી રેલવે બુકિંગ કાઉન્ટર પરથી ઈસ્યુ કરાયેલ ટિકિટ જેટલી જ હોય છે. નોંધનીય છે કે E-ટિકિટ દ્વારા મુસાફરી કરતા મુસાફરોએ તેમની સાથે સરકારી ઓળખ કાર્ડ (આધાર કાર્ડ) રાખવું જરૂરી છે.
આ પણ વાંચો : માત્ર ફાયદા જ નહીં પરંતુ coffeeના છે અનેક ગેરફાયદા, ખાલી પેટ પીવાથી આ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે
ભારતીય રેલવે વતી i-ટિકિટ મુસાફરના સરનામા પર કુરિયર કરવામાં આવે છે. જો કે, આ ટિકિટ ઇન્ટરનેટ દ્વારા પણ બુક કરવામાં આવે છે, પરંતુ તે પ્રિન્ટ કરી શકાતી નથી. તે IRCTC વેબસાઇટ પર નોંધણી દરમિયાન તમારા દ્વારા આપવામાં આવેલા સરનામા પર રેલવે દ્વારા કુરિયર કરવામાં આવે છે. આ ટિકિટ પેસેન્જર સુધી પહોંચતા ઓછામાં ઓછા 48 કલાકનો સમય લાગે છે. નોંધપાત્ર રીતે, i-ટિકિટ મુસાફરીના બે દિવસ પહેલા બુક કરાવવી આવશ્યક છે. ટિકિટ લેવા માટે ઘરે કોઈ હોવું જોઈએ, નહીં તો પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…