
પૂર જેવી કુદરતી આપદા હોનારત સર્જાયા બાદ ડ્રોન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ આજકાલ ઘણો વધી રહ્યો છે. આ ટેકનોલોજી ભલે માણસની સરખામણીએ વધુ ઝડપથી કામ કરે છે પરંતુ હજુ સુધી અનેક પડકારોના કારણે તેના પર હજુ સંપૂર્ણ ભરોસો મુકી શકાય નહીં. નિષ્ણાંતોનું કહેવુ છે કે AI અને માણસોના તાલમેલથી જ પૂર પીડિતોને શોધવામાં વધુ સારા પરિણામ મળી શકે છે. આજે અમે આપને જણાવશુ કે ડ્રોન અને AI કુદરતી હોનારત સમયે કેટલા અસરકારક સાબિત થઈ છે અને હાલમાં કયા પડકારોનો આપણે સામનો કરી રહ્યા છીએ. શું છે ડ્રોન અને AI ની તાકાત? ડ્રોન ઉંચાઈએ થી તસવીરો ખેંચી આપદા પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરે છે. 20 મિનિટની નાની ઉડાનમાં પણ એક ડ્રોન સરળતાથી 800 થી વધુ હાઈ રિઝોલ્યુશન તસવીરો લઈ શકે છે. જો આ પ્રકારની 10 ઉડાન હોય તો આરામથી 8000 થી વધુ તસવીરો આરામથી લઈ શકાય છે. માણસો માટે આ તસવીરોને જોવામાં કલાકો લાગી શકે છે. ઉદાહરણ તરીકે જો એક તસવીર જોવામાં...
Published On - 9:19 pm, Thu, 17 July 25