
ઘણીવાર આપણે કપડાંની ખરીદી કરતી વખતે તેની ડિઝાઇન, રંગ અથવા સ્પર્શ પર ધ્યાન આપીએ છીએ, પરંતુ કપડાંની સાચી ગુણવત્તાનું રહસ્ય તેના ટેગમાં છુપાયેલું હોય છે. દુકાનદારો ક્યારેય આ રહસ્ય જણાવતા નથી, પરંતુ આ માહિતી તમને યોગ્ય ગુણવત્તાવાળા કપડાં પસંદ કરવામાં મદદ કરી શકે છે. કપડાંના ટેગ પરના રંગ અને લખાણના આધારે તેની ગુણવત્તા સરળતાથી પારખી શકાય છે.
જો કપડાં પર કાળો ટેગ હોય અને તેના પર ગોલ્ડન રંગથી લખેલું હોય, તો સમજી લેવું કે આ સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચતમ ગુણવત્તાનું કપડું છે. આવા કપડાં લાંબા સમય સુધી ટકે છે અને તેની ફિનિશિંગ પણ ઉત્તમ હોય છે. જો ટેગ કાળો હોય અને તેના પર સફેદ રંગથી લખાણ હોય, તો તે સારી ગુણવત્તાનું કપડું ગણાય છે. આવા કપડાં કદાચ થોડા મોંઘા હોય, પરંતુ તેની ટકાઉપણું ઘણી સારી હોય છે.
જે કપડાં પર સફેદ ટેગ હોય અને તેના પર કાળા રંગથી લખાણ હોય, તે રોજિંદા પહેરવા માટે ઠીકઠાક અને સંતોષકારક ગુણવત્તાવાળા હોય છે. આવા કપડાં સામાન્ય ઉપયોગ માટે સારા ગણાય છે. પરંતુ, જો કપડાંનો ટેગ ઝાંખો કે એકદમ સફેદ દેખાય, તો તે હલકી ગુણવત્તાનું સૂચક છે. આવા કપડાં ઝડપથી ખરાબ થઈ જવાની શક્યતા રહેલી હોય છે.
આગળની વખતે જ્યારે પણ તમે કપડાંની ખરીદી કરો, ત્યારે માત્ર ડિઝાઇન જ નહીં, પરંતુ ટેગ પર પણ ધ્યાન આપજો. આ નાનકડી જાણકારી તમને પસ્તાવાથી બચાવી શકે છે અને લાંબા સમય સુધી ટકી રહે તેવા ગુણવત્તાયુક્ત કપડાં પસંદ કરવામાં મદદ કરશે. આ મહત્વપૂર્ણ ટીપ તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.
Gen Zની ડિક્શનરી:Delulu, Solulu અને અન્ય વાયરલ સ્લેંગ શબ્દોની કહાની