ATM માં Debit Card ફસાઈ જાય તો શું કરવું? ગભરાયા વગર કરો આટલું કામ, પૈસા રહેશે સુરક્ષિત

ATM માંથી પૈસા ઉપાડતી વખતે કાર્ડ અંદર જ ફસાઈ જાય, તો મોટાભાગના લોકો ગભરાઈ જાય છે. કાર્ડ મશીનમાં જ રહી જાય છે અને પૈસા નીકળી જવાનો ડર પણ સતત રહે છે. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું? તમારું કાર્ડ કેવી રીતે સુરક્ષિત રહેશે અને પૈસા પાછા મેળવવા માટે સૌથી પહેલું કયું પગલું ભરવું?

ATM માં Debit Card ફસાઈ જાય તો શું કરવું? ગભરાયા વગર કરો આટલું કામ, પૈસા રહેશે સુરક્ષિત
Image Credit source: AI Generated
| Updated on: Sep 21, 2026 | 8:19 PM

દેશમાં મોટી સંખ્યામાં લોકો એટીએમ (ATM) નો ઉપયોગ કરે છે. કેટલીકવાર એવું જોવા મળે છે કે, Cash ઉપાડતી વખતે એટીએમATMની અંદર અચાનક કાર્ડ ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ગભરાઈ જાય છે.

કાર્ડ મશીનમાંથી બહાર આવતું નથી અને તેને ત્યાં છોડી પણ શકાતું નથી, કારણ કે પૈસા ઉપડી જવાનો ડર રહે છે. હવે આવી પરિસ્થિતિમાં સૌથી પહેલાં શું કરવું? કેવી રીતે તમે તમારા પૈસા પણ સુરક્ષિત રાખી શકો છો અને તમને તમારું કાર્ડ પણ પરત મળી શકે છે?

શા માટે ફસાઈ જાય છે Debit Card? સમજો કારણો

અવારનવાર એવું જોવા મળે છે કે, ATM માંથી પૈસા ઉપાડતી વખતે કેટલીકવાર કાર્ડ મશીનની અંદર ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. કાર્ડ ફસાવા પાછળ ટેકનિકલ ખામીથી લઈને સુરક્ષાના કારણો સુધીના અનેક કારણો હોઈ શકે છે.

  1. ટેકનિકલ ખામી: ATMમાં કોઈ પ્રકારની ટેકનિકલ સમસ્યા હોવા પર કાર્ડ અંદર ફસાઈ શકે છે.
  2. નેટવર્ક કે સિસ્ટમની સમસ્યા: નેટવર્ક કનેક્શન નબળું હોવાને કારણે કે બેંકની સિસ્ટમમાં ખામી હોવાને લીધે પણ ATM કાર્ડ પરત કરી શકતું નથી.
  3. ખોટો પિન નંબર નાખવો: સતત વારંવાર ખોટી પિન દાખલ કરવા પર સુરક્ષાના કારણોસર પણ મશીન કાર્ડને અંદર રોકી શકે છે.
  4. કાર્ડ નિકાળવામાં મોડું થવું: ટ્રાન્ઝેક્શન પૂરું થયા પછી જો ગ્રાહક સમયસર કાર્ડ ન નીકાળે, તો કેટલાક ATM સુરક્ષાના ભાગરૂપે કાર્ડને પાછું અંદર ખેંચી લે છે.
  5. અચાનક લાઈટ જતી રહેવી: ATM માંથી ટ્રાન્ઝેક્શન દરમિયાન અચાનક લાઈટ જતી રહેવા પર મશીનની સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે અને કાર્ડ અંદર ફસાઈ શકે છે.
  6. ATM સોફ્ટવેરમાં ખામી: મશીનના સોફ્ટવેર કે કાર્ડ રીડરમાં ખામી હોવા પર પણ કાર્ડ બહાર આવી શકતું નથી.

કાર્ડ ATM માં ફસાઈ જાય તો સૌથી પહેલાં શું કરવું?

જો ATM માં તમારું ડેબિટ કાર્ડ ફસાઈ જાય છે, તો સૌથી પહેલાં ગભરાવાની જરૂર નથી. કાર્ડને જાતે બહાર કાઢવા માટે મશીનમાં હાથ નાખવાની, તેને ખેંચવાની કે કોઈ અણીદાર વસ્તુનો ઉપયોગ કરવાની કોશિશ ન કરો. એવું કરવાથી કાર્ડ ખરાબ થઈ શકે છે અને ATM ને પણ નુકસાન પહોંચી શકે છે.

આવી સ્થિતિમાં તરત જ તમારી બેંકના કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરો અને કાર્ડ ફસાવાની માહિતી આપો. બેંકને જણાવો કે, કાર્ડ કયા ATM માં અને કયા સમયે ફસાયું છે. ATM મશીન પર સામાન્ય રીતે એક ATM ID અથવા મશીન નંબર આપેલો હોય છે. શક્ય હોય તો, તે નંબર નોંધીને બેંક સાથે શેર કરો. આનાથી ફરિયાદ નોંધાવવામાં અને મામલાની ઓળખ કરવામાં મદદ મળી શકે છે.

સુરક્ષા માટે કાર્ડ તરત જ Block કરાવો

જો કાર્ડ ATMમાં ફસાઈ ગયું છે, તો સુરક્ષાની દ્રષ્ટિએ તેને બ્લોક કે હોટલિસ્ટ કરાવી દેવું વધુ સારું રહે છે. આનાથી કાર્ડ દ્વારા આગળ થનારા અનધિકૃત ટ્રાન્ઝેક્શનનું જોખમ ઘટી જાય છે. કાર્ડ બ્લોક કરાવ્યા પછી બેંકની પ્રોસેસ મુજબ નવું કાર્ડ મેળવી શકાય છે.

સોનું કે ચાંદી? ક્યાં થશે ‘વધુ કમાણી’? વર્ષ 2026ના અંત સુધીમાં શેમાં આવશે ‘જોરદાર ઉછાળો’?

Follow Us
Loading...
Unable to load recommendations.