GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઈન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે ઉમેદવારોની ક્ષમતા માપવામાં પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : GK Quiz : આ છે દેશનું એવું પ્રથમ રેલવે સ્ટેશન, જ્યાં તમામ કર્મચારીઓ મહિલા છે
દૂનિયાના એવા ક્યાં દેશો છે જ્યાં ભારતીયો રહેતા નથી?
વેટિકન સિટી, સાન મેરિનો, પાકિસ્તાન, તુવાલુ (એલિસ ટાપુઓ) તેમજ બલ્ગેરિયા
દૂનિયામાં કુલ 195 દેશ છે. લગભગ મોટા ભાગના દેશમાં ભારતીય લોકો રહે છે. પરંતુ ઘણા દેશ એવા પણ છે જ્યાં ઈન્ડિયન લોકો રહેતા નથી. આમાં વેટિકન સિટી, સાન મેરિનો અને પાકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે. લોકો આ દેશમાં ફરવા માટે તો જાય છે પણ રહેતા નથી.
ભારતીયો આ દેશોમાં કેમ નથી રહેતા તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. જો કે ભારતમાંથી સ્થળાંતર કરનારા લોકો અન્ય દેશોમાં પણ જાય છે. જેથી તેઓને અહીં કરતાં વધુ સારી સુવિધાઓ ત્યાં મળી શકે. જો કે ઉપર ચર્ચા કરાયેલા તમામ દેશો કાં તો બહુ નાના છે અથવા ભારતીયો ત્યાં સ્થળાંતર કરી પોતાનું ભવિષ્ય ઘડી શકે તેટલા સમૃદ્ધ નથી. આ 2 કારણો હોય શકે છે જેથી ભારતના લોકો ત્યાં રહેતા નથી.