Current Affairs 26 May 2023 : આંતરરાષ્ટ્રીય લોંગ જમ્પ સ્પર્ધામાં ‘ગોલ્ડ મેડલ’ કોણે જીત્યો, ઓસ્ટ્રેલિયાના ક્યાં પાર્કનું નામ બદલીને ‘લિટલ ઈન્ડિયા’ કર્યું, આવા જ કરન્ટ અફેર્સ વિશે મેળવો માહિતિ

|

May 26, 2023 | 1:45 PM

Current Afairs 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.

Current Affairs 26 May 2023 : આંતરરાષ્ટ્રીય લોંગ જમ્પ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો, ઓસ્ટ્રેલિયાના ક્યાં પાર્કનું નામ બદલીને લિટલ ઈન્ડિયા કર્યું, આવા જ કરન્ટ અફેર્સ વિશે મેળવો માહિતિ
Current Affairs 26 May 2023

Follow us on

અહીં મુખ્ય પરીક્ષાઓની તૈયારી માટે 26 મે 2023 ના રોજ ગુજરાતીમાં કરન્ટ અફેર્સ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જેના દ્વારા તમે તમારી પરીક્ષાની તૈયારી માટે દૈનિક કરન્ટ અફેર્સ વિશે જાણી શકો છો. કરન્ટ અફેર્સના જ્ઞાન સાથે આપણે આપણા સમાજની જ નહીં પરંતુ દેશ અને વિશ્વમાં થતી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીએ છીએ. આ સાથે ભારતની તમામ મુખ્ય પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે.

આ પણ વાંચો : Current Affairs 25 May 2023 : જાણો ભાલા ફેંકમાં વિશ્વનો નંબર વન ખેલાડી અને હરદીપ સિંહ પુરીએ ક્યા મેગા કેમ્પેઈનની કરી શરૂઆત

  1. આયર્લેન્ડ આલ્કોહોલ પર સ્વાસ્થ્ય ચેતવણીઓ લાદનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
  2. તુર્કી દેશે તેની ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ ‘ટેફુન’નું પરીક્ષણ કર્યું છે.
  3. આજનું રાશિફળ તારીખ : 04-05-2024
    મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
    આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
  4. ‘ટાટા ફર્મ’ને ટોપ 50 ઈનોવેટિવ ફર્મ્સમાં સામેલ કરવામાં આવી છે.
  5. તાજેતરમાં જ ‘જ્યોર્જી ગોસ્પોડિનોવ’ એ ટાઈમ શેલ્ટર માટે ઈન્ટરનેશનલ ‘બુકર એવોર્ડ’ જીત્યો છે.
  6. હાલમાં જ ગોવા અને ઉત્તરાખંડ રાજ્યે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ‘મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ’ પર હસ્તાક્ષર કર્યા છે.
  7. તાજેતરમાં ભારતનું AI સુપર કોમ્પ્યુટર ‘Airavat’ ગ્લોબલ સુપરકોમ્પ્યુટીંગ યાદીમાં 75મા ક્રમે છે.
  8. તાજેતરમાં મુરલી શ્રીશંકરે આંતરરાષ્ટ્રીય લોંગ જમ્પ સ્પર્ધામાં ‘ગોલ્ડ મેડલ’ જીત્યો છે.
  9. તાજેતરમાં ‘કેરળ’ રાજ્ય સંપૂર્ણ ઈ-ગવર્ન્ડ રાજ્ય બન્યું છે.
  10. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ‘હેરિસ પાર્ક’નું નામ બદલીને ‘લિટલ ઈન્ડિયા’ કરવામાં આવ્યું છે.
  11. તાજેતરમાં ‘જસવંત સિંહ બિરડી’ને યુનાઇટેડ કિંગડમના કોવેન્ટ્રી શહેરના લોર્ડ મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  12. તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્યમાં ‘શાસન આપલ્યા દારી’ પહેલ શરૂ કરવામાં આવી છે.
  13. તાજેતરમાં માઈક્રોસોફ્ટ કંપનીએ ગ્રામીણ ભારત માટે બહુભાષી AI ચેટબોટ ‘જુગલબંદી’ લોન્ચ કરી છે.
  14. તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્યના નોઈડા શહેરમાં ‘નોર્થ ઈન્ડિયા ગારમેન્ટ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે.
  15. તાજેતરમાં, ઉત્તરાખંડ રાજ્યની પ્રથમ ‘વંદે ભારત ટ્રેન’ દેહરાદૂનથી દિલ્હી સુધી દોડશે.
  16. તાજેતરમાં, દક્ષિણ આફ્રિકા દેશ HIVની રોકથામમાં ઉપયોગમાં લેવાતી ‘લોંગ એક્ટિંગ કેબોટગ્રેવીર મેડિસિન’ના આનુવંશિક સંસ્કરણનું ઉત્પાદન કરશે.
  17. તાજેતરમાં કોલકાતામાં પ્રથમ ‘અર્બન ક્લાઈમેટ ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવશે.
  18. તાજેતરમાં IDBI બેંક બોર્ડે જયકુમાર એસ પિલ્લઈને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
  19. ‘નવેગાંવ નાગજીરા ટાઇગર રિઝર્વ’, જે તાજેતરમાં સમાચારોમાં હતું, તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે.
  20. તાજેતરમાં ‘ડૉ કે ગોવિંદરાજ’ને ‘બાસ્કેટબોલ ફેડરેશન ઑફ ઈન્ડિયા’ના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
  21. તાજેતરમાં ‘અમરદીપ સિંહ ઔજલા’ને ભારતીય સેનાના નવા MGS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article