Bathroom Cleaning Tips: ગંદા બાથરૂમની સફાઈ માથાના દુખાવાથી ઓછું નથી. તેને સાફ કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સૌથી વધુ તકલીફ ત્યારે થાય છે જ્યારે કલાકોની મહેનત પછી પણ જીદ્દી દાગ સાફ નથી થતા. આવી સ્થિતિમાં તમારે ઓછી મહેનતે સારી સફાઇ કરવા માંગતા હોય તો આજે અમે તમને કેટલીક ટીપ્સ જણાવીશું.
ઘણા લોકો બાથરૂમ સાફ કરવાના નામે માત્ર ટોયલેટ સીટ સાફ કરે છે જે યોગ્ય નથી. આ લેખમાં અમે તમને જણાવીશું કે બાથરૂમ કેવી રીતે સરળતાથી સાફ કરવું. બાથરૂમને યોગ્ય રીતે સાફ કરવા માટે, એ પહેલા ટાઇલ્સ પર રહેલા દાગને એક વાર જોઇ લો જેથી ત્યાં સફાઇ કરવામાં સરળતા રહે.
સૌથી પહેલા તમારે બાથરૂમના ફ્લોર પર રાખેલ સામાન બહાર કાઢવાનો છે. જે પછી તમે ગંદી જગ્યા ક્લીનર લિક્વિડ સ્પ્રે કરો. આ માટે તમે ડિટર્જન્ટ, બેકિંગ સોડા અને વિનેગરને સમાન માત્રામાં મિક્સ કરીને ક્લીનર લિક્વિડ બનાવી શકો છો. હવે તમે તેને બ્રશ વડે સરળતાથી સાફ કરી શકો છો.
તમે પણ આ જ રીતે ટાઇલ્સ સાફ કરી શકો છો. આ માટે તમારે ફ્લોર પર સ્પ્રે ક્લીનર લિક્વિડ છાંટવું પડશે અને તેને થોડા સમય માટે છોડી દેવું પડશે. ત્યાં સુધી તમે વોટર ટેબ અને શાવર હેડને માઈક્રોફાઈબર કપડાથી સાફ કરી શકો છો. વોટર ટેબ અને શાવર હેડ સાફ કર્યા પછી, તમે હવે સરળતાથી ટાઇલ્સ સાફ કરી શકો છો.
તમે છેલ્લે ટોઇલેટ સીટ સાફ કરો. તેને સાફ કરતી વખતે, સૌપ્રથમ ક્લીનર લિક્વિડ દ્વારા સાફ કરો.પછી દાગ વાળી જગ્યા આ લિક્વિડ સ્પ્રેથી સાફ કરો, પછી જેટ સ્પ્રેની મદદથી પાણીથી સાફ કરો.