શું કૂતરાને ચોકલેટ, બિસ્કિટ કે આઇસ્ક્રીમ ખવડાવી શકાય ? જવાબ છે ‘ના’, જાણો શું છે કારણ

|

Jun 14, 2024 | 6:07 PM

તમારે તમારા કૂતરાને ચોકલેટ , કેન્ડી કે બિસ્કિટ પણ ખવડાવવા જોઈએ નહીં. કૂતરાઓ થિયોબ્રોમાઇનને માનવીઓ જેટલી અસરકારક રીતે પચાવી શકતા નથી. આવા કિસ્સાઓમાં, તે કૂતરા માટે ઝેરી બની શકે છે.

1 / 5
કૂતરાને વધુ પડતી સુગર યુક્ત ભોજન ખવડાવવાથી તેમના પેટમાં રહેલા સૂક્ષ્મ જીવોનું સંતુલન બગડી શકે છે. જેના કારણે તેમને ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે. ઘણી વખત પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે સમસ્યા મોટું સ્વરૂપ લઈ લે છે.

2 / 5
તમારે તમારા કૂતરાને ચોકલેટ , કેન્ડી  કે બિસ્કિટ પણ ખવડાવવા જોઈએ નહીં. કૂતરાઓ થિયોબ્રોમાઇનને માનવીઓ જેટલી અસરકારક રીતે પચાવી શકતા નથી. આવા કિસ્સાઓમાં, તેઓ કૂતરા માટે ઝેરી હોઈ શકે છે. આવા ખાદ્ય પદાર્થથી વધુ પડતી માત્રાથી ઉલ્ટી, ઝાડા, પ્રાણીઓના શરીર પર ખંજવાળ, બેચેની,વધુ પડતા ધબકારા, સ્નાયુઓમાં ખેંચાણ અને ક્યારેક હાર્ટ એટેક પણ આવી શકે છે.

3 / 5
સુગર ખાવાથી કૂતરાઓના મોઢામાં રહેલા બેક્ટેરિયા ખૂબ જ સક્રિય થઈ જાય છે જે એસિડ ઉત્પન્ન કરે છે.તેનાથી તેની પાચન શક્તિ નબળી પડે છે અને તેને કેન્સર જેવી બિમારી પણ થઇ શકે છે. કૂતરાઓ માણસની જેમ ઝડપથી બધુ પચાવી શકતા નથી, એમાં પણ વધારો પડતો ગળ્યો ખોરાક તેમને નુકસાન કરે છે.

4 / 5
જો તમે તમારા કૂતરાને સતત સુગર વાળી વસ્તુ આપતા હોવ તો તેના કારણે તેનું વજન વધી શકે છે, જે સાંધા પર દબાણ લાવી શકે છે અને ભવિષ્યમાં અન્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. આનાથી તમારા કૂતરાને હૃદયરોગ, સાંધાની સમસ્યાઓ,શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

5 / 5
 સુગર ધરાવતો ખોરાક ઇન્સ્યુલિનના સ્ત્રાવને વધારે છે,ઇન્સ્યુલિનની શરીરના અન્ય હોર્મોન્સ પર ઘણી અસરો હોય છે, જે તમારા કૂતરાના સ્નાયુ ટોન, ચરબીનો સંગ્રહ, રોગપ્રતિકારક શક્તિ અને ઊર્જા સ્તરને બદલી શકે છે.

Published On - 5:43 pm, Fri, 14 June 24

Next Photo Gallery