બિલ પરના કાળા અક્ષરો એક કે બે દિવસમાં કેમ ગાયબ થઈ જાય છે? જાણો

દુકાનો, મોલ અથવા પેટ્રોલ પંપ પરથી મળતા બિલો પર છપાયેલા કાળા અક્ષરો થોડા દિવસો પછી ઝાંખા પડી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે તે શા માટે છે?

બિલ પરના કાળા અક્ષરો એક કે બે દિવસમાં કેમ ગાયબ થઈ જાય છે? જાણો
| Updated on: Nov 09, 2026 | 11:41 AM

તમે જ્યારે પણ કોઈ દુકાન,મોલ અથવા પેટ્રોલ પંપ કે રેસ્ટોરન્ટમાં સામાન ખરીદવા જાવ છો. તો તેના બદલામાં તમને એક બિલ જરુર મળે છે. આ બિલ પર સામાનની કિંમત, તારીખ સમય અને અન્ય બીજી કેટલીક વસ્તુઓ લખેલી હોય છે. શરુઆતમાં આ અક્ષર બિલકુલ સ્પષ્ટ અને કાળા રંગના દેખાય છે. પરંતુ શું તમે ક્યારે જોયું કે, આ અક્ષરો આછા કેમ થઈ જાય છે. ધીમે ધીમે ગાયબ કેમ થઈ જાય છે.

બે દિવસમાં કેમ ગાયબ થઈ જાય છે

આ અક્ષરો કોઈ સામાન્ય શાહીથી લખેલા હોતા નથી. આ કારણે તે સમય જતા ભૂસાય જાય છે. તમે કદાચ જોયું હશે કે, જો આ બિલને તડકામાં રાખવામાં આવે અથવા ગરમ જગ્યા પર મુકી દેવામાં આવે તો અક્ષરો જલ્દી દુર થઈ જાય છે.દુકાનો,મોલ,રેસ્ટોરન્ટમાં મોટાભગના બિલ પર થર્મલ પેપર છાપવામાં આવે છે. આ પેપર પર પ્રિન્ટિંગ માટે શાહીની જરુ હોતી નથી કે પારંપારિક પ્રિન્ટર કે રિબન અથવા કાર્ટ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. આની પાછળ ગરમી સાથે જોડાયેલ એક સાયન્સ છે.

થર્મલ પેપર એ એક ખાસ પ્રકારનો કાગળ છે જે ગરમી-પ્રતિક્રિયાશીલ રસાયણોના સ્તરથી કોટેડ હોય છે. આ સ્તરમાં ખાસ રંગીન એજન્ટો અને અન્ય રાસાયણિક તત્વો હોય છે. થર્મલ પ્રિન્ટરનો ઉપયોગ કરીને આ કાગળ પર છાપતી વખતે, પ્રિન્ટરનો એક નાનો, ગરમ ભાગ ચોક્કસ વિસ્તારોમાં કાગળની સપાટીને ગરમ કરે છે. ગરમીના સંપર્કમાં આવવા પર, રસાયણો પ્રતિક્રિયા આપે છે, જેના પરિણામે અક્ષરો કાળા લાગે છે.

આનો અર્થ એ થયો કે બિલ પર તમે જે કાળા અક્ષરો જુઓ છો તે ખરેખર પેન કે શાહીથી લખાયેલા નથી. તે કાગળ પરના રસાયણો અને ગરમી વચ્ચેની પ્રતિક્રિયાનું પરિણામ છે.

થર્મલ પેપરને ખાસ રીતે ગરમીના પ્રતિ સંવેદનશીલ બનાવવામાં આવે છે. આ કારણે ગરમીથી મળવાથી અક્ષર છપાય છે. પરંતુ આ સંવેદનશીલતા પછી પરેશાની પણ બની જાય છે. જો તમે કોઈ બિલને તડકામાં રાખો છો. તો કાગળનું કેમિકલ પર ગરમીની અસર પડી શકે છે. બિલનો રંગ બદલાય જાય છે.આ બિલનો રંગ બદલાવા લાગે છે. તેમજ અક્ષર ધુંધળા દેખાય છે.

Ramayana Ravan Look : 7 કિલોના ઘરેણાં, 1.8 કિલોનો મુગટ કોસ્ચ્યુમ ડિઝાઇનરે યશના રાવણ લુક વિશે શું કહ્યું? અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.