World Blood Donor Day 2026 : 1 વર્ષમાં કેટલી વખત કરી શકો છો બ્લડ ડોનેટ ? જાણો ક્યાં લોકોએ ન કરવું જોઈએ

World Blood Donor Day 2026 : દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે, 1 વર્ષમાં કેટલી વખત તમે બ્લડ ડોનેટ કરી શકો ? જો નહી તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ.

World Blood Donor Day 2026 : 1 વર્ષમાં કેટલી વખત કરી શકો છો બ્લડ ડોનેટ ? જાણો ક્યાં લોકોએ ન કરવું જોઈએ
| Updated on: Jun 14, 2026 | 9:19 AM

દર વર્ષે 14 જૂનના રોજ દુનિયાભરમાં વર્લ્ડ બ્લડ ડોનેટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકોને બ્લડ ડોનેટ પ્રત્યે જાગ્રૃત કરવામાં આવે છે. આ કામ માત્ર એક કામ નથી, પરંતુ તે એક ઉમદા કાર્ય માનવામાં આવે છે. બ્લડ ડોનેટ કરીને, તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનો જીવ બચાવી શકો છો. ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહેલા ઘણા લોકો માટે, આ કોઈ આશીર્વાદથી ઓછું નથી. બ્લડ ડોનેટ કરીને, તમે ઘણા લોકોના જીવ બચાવી શકો છો. અનેક લોકોના મનમાં સવાલ આવે છે કે, એક વર્ષમાં કેટલી વખત બ્લડ ડોનેટ કરી શકાય છે. જો તમે પણ આનો જવાબ જાણતા નથી. તેમજ બ્લડ ડોનેટ સાથે જોડાયેલા કેટલાક નિયમો જાણવા ખુબ જરુરી છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

બ્લડ ડોનેટ કેમ જરુરી?

બ્લડ ડોનેટ કરવું એ એક પુણ્ય કાર્ય છે. જ્યારે કોઈને ખૂબ જ જરૂર હોય ત્યારે તમારું બ્લડ ઉપયોગી થાય છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ફક્ત સ્વસ્થ વ્યક્તિઓએ જ રક્તદાન કરવું જોઈએ. જો તમે બ્લડ ડોનેટ કરો છો તો, બ્લડ બેન્કમાં આ સ્ટોક કરવામાં આવે છે. જેનાથી જરુરીયાતના સમયે બ્લડ દર્દીને મળી શકે.

1 વર્ષમાં કેટલી વખત બ્લડ ડોનેટ કરી શકો?

  • પુરુષ દર 3 મહિનાના સમયગાળા દરમિયાન બ્લડ ડોનેટ કરી શકે છે.
  • મહિલાઓ 4 મહિનાના સમયગાળા દરમિયાન બ્લડ ડોનેટ ડોનેટ કરી શકે છે.
  • તમને જણાવી દઈએ કે, આ હિસાબથી પુરુષ વર્ષમાં અંદાજે 4 વખત અને મહિલા અંદાજે 3 વખત બ્લડ ડોનેટ કરી શકે છે.

બ્લડ ડોનેટ માટે કેટલી ઉંમર અને વજન હોવું જોઈએ?

જો તમે બ્લડ ડોનેટ માટે જઈ રહ્યા છો. તો તમારી ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો વજનની વાત આવે તો અંદાજે 45 થી 50 કિલોગ્રામ હોવું જોઈએ. તેમજ મહ્તવની વાત એ કે, કોઈ પણ પ્રકારની બીમારી કે હીમોગ્લોબિન ઓછું હોવું જોઈએ નહી.

ક્યા લોકોએ બ્લડ ડોનેટ કરવું જોઈએ નહી?

કેટલાક લોકો એવા હોય છે. જેમણે ક્યારેય બ્લડ ડોનેટ કરવું જોઈએ નહી. જેમ કે,એનીમિયા ઓછું હોવું કે હીમોગ્લોબીન ઓછું હોય તેવી ગર્ભવતી મહિલાઓ, ગંભીર સંક્રમણવાળા લોકો, ડાયાબિટિસ કે હાઈ બ્લડ પ્રેશરવાળા લોકોએ બ્લડ ડોનેટ કરવું જોઈએ નહી.

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us