ફોન પાણીમાં પડ્યા બાદ મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, અહીં છે સાચી રીત, જુઓ Video

ફોન એ હાલના સેમયમાં માનવીનું મહતવનું અંગ બની ગયું છે. સાથે જ ડૉક્યુમેન્ટ કે અન્ય બાબતો સાચવવા માટે ફોન સરળ ઉપાય છે. પરંતુ તમે વિચારો કે જો તમરો ફોન પાણીમાં પડી જાય તો ? આ પાણીમાં પડેલા ફોનને પાણી માથી કાઢ્યા બાદ તેને કઈ રીતે ટ્રીટ કરવો તેને લઈને અહીં આપેલા વીડિયોમાં સમગ્ર માહિતી આપવામાં આવી છે.

ફોન પાણીમાં પડ્યા બાદ મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, અહીં છે સાચી રીત, જુઓ Video
| Edited By: | Updated on: Sep 23, 2023 | 6:49 PM

જો તમારો ફોન અચાનક પાણીમાં પડી જાય અને તેને સૂકવવાની જરૂર હોય, તો ચિંતા કરશો નહીં. કારણ કે તમારા ફોનને ચોખાના બાઉલમાં મૂક્યા વિના ફોન સૂકવવાની ઘણી રીતો છે. ભીના ફોનમાંથી ભેજ દૂર કરવા માટે ચોખા એ વિશ્વસનીય ઉપાય ન કહી શકાય. કારણ કે જ્યારે તમે તમારા ફોનને ચોખામાં નાખી સૂકવો છો ત્યારે અનાજના કેટલાક કણ તમારા મોબાઇલના પોર્ટમાં પ્રવેસવાને કારણે નુકશાન થાય છે. ત્યારે તે મહત્વનું છે કે તમે તેને શક્ય તેટલી વહેલી તકે પાણીમાંથી દૂર કરો. ફોનના અંદરના ભાગને સાફ કરો અને તેમને ઓછામાં ઓછા 48 કલાક સુધી સુકાવા દો. ઉપરાંત, જ્યારે ફોન ભીનો હોય ત્યારે તેને ક્યારેય એક જગ્યાએ થી અન્ય જગ્યાએ ખસેડવો નહીં, કારણ કે આ હલનચલનને કરેણ ફોનને પાણીને કારણે નુકસાન પહોંચાડી શકે છે.

હવે તમને તમારા ફોનને ચોખામાં મુક્યા વિના કેવી રીતે સૂકવી શકશો તો તેનો ઉપાય છે સિલિકા જેલ આ સિલિકા જેલ તે ભેજને ખૂબ સારી રીતે શોષી લે છે અને પાણીથી ક્ષતિગ્રસ્ત ફોનમાંથી ભેજને શોષી લેવાનું ઉત્તમ કામ કરે છે. સિલિકા જેલ ફિલર કોઈપણ મોટા સુપરમાર્કેટ અથવા સ્ટોર પરથી ખરીદી શકાય છે.

 

VC – techburnershort

આ પણ વાંચો : આ Vitaminની ઉણપથી મહિલાઓને અનેક બીમારીઓ થઈ શકે છે, શરીર માટે છે ખુબ જરુરી

મહત્વનુ છે કે આ તમામ પગલાઓથી તમે તમારા ફોનને ત્યારેજ બચાવી શકશો જ્યારે તમે ફોનને તરત જ પાણીમાંથી બહાર કાઢી નાખો. જો તમારો ફોન શૌચાલય, બાથટબ અથવા તળાવમાં પડી ગયો હોય તો તમારે સૌથી પહેલા તેને શક્ય તેટલી ઝડપથી પાણીમાંથી બહાર કાઢવાની જરૂર છે. ફોન જેટલો લાંબો સમય પાણીમાં રહેશે તેટલું વધુ નુકસાન થશે. ફોનને લાંબા સમય સુધી પાણીમાં રાખવાથી તેને વધુ આંતરિક ઈલેક્ટ્રોનિક ભાગોમાં પાણી જવાની સંભાવના રહેશે. પાણી માથી ફોન કાઢ્યા બાદ ફોનની બેટરી અને અન્ય સ્પેર્પર્ટને છૂટા કરવા. મહત્વનુ છે કે જો તમારા ફોનમાં માઇક્રો એસડી કાર્ડ છે, તો તેને પણ કાઢી નાખો. આ બાદ અંતિમ પગલું સિલિકા જેલ છે જેના વડે ફોનમાં રહેલું પાણી દૂર કરવું.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:48 pm, Sat, 23 September 23