
વર્તમાન વર્ષ 2025ને લઈને બલ્ગેરિયાની પ્રજ્ઞાચક્ષુ ભવિષ્યવેતા બાબા વેંગાએ મોટો દાવો કર્યો છે. આ દાવો એલિયન્સના ધરતી પર આવવા સાથે જોડાયેલો છે. વર્ષ 1996માં તેના નિધન પહેલા બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે 2025માં પૃથ્વીનો એક અલૌકિક જીવન સાથે સંપર્ક થશે, બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ શકે છે કારણ કે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એલિયનનું યાન પૃથ્વી તરફ વધી રહ્યુ છે. હાલ સોશિયલ મીડિયા પર આ સમાચાર બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કે NASA એ 20 કિમી લાંબા ઈન્ટરસ્ટેલર પિંડની શોધ કરી છે. નાસા 1 જુલાઈથી આ વસ્તુ પર નજર રાખી રહ્યુ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ વસ્તુ ધરતી તરફ 2.17 લાખ કિલોમીટર ઝડપે આગળ વધી રહ્યુ છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ કોઈ પહાડ નથી પરંતુ એલિયનનું સ્પેસશિપ હોઈ શકે છે. તેમણે તેને 3I/ATLAS નામ આપ્યુ છે. જો કે વૈજ્ઞાનિકો એ પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ ઓબ્જેક્ટ કોઈ સ્પેસશિપ...
Published On - 6:28 pm, Mon, 28 July 25