
‘કાળા પાણી’ – આ એક એવી સજા હતી, જેનું નામ પડતા જ રૂવાંટા ખડા થઈ જાય. આ જેલ એ માત્ર શારીરિક યાતના નહીં, પણ માનસિક અને સામાજિક મૃત્યુનું પ્રતિક હતી. આ સજા કોઈ ખૂંખાર ગુનેગારો માટે નહિ, પણ દેશના જ વીર સપૂતો, સ્વતંત્રતા સેનાનીઓ માટે હતી. સાગરની વચ્ચે, ભારતથી દૂર અંડમાનનાં ટાપુઓ પર આવેલી સેલ્યુલર જેલ, એક જીવંત નરક હતી, જ્યાં કેદીઓને કદી વિસરી શકે એવી યાતનાઓ આપવામાં આવતી. આ સચ્ચાઈ કોઈ પણ વ્યક્તિને તોડી નાખવા માટે પૂરતી હતી. જેલમાં રહેવું દુષ્કર હતું અને જેલ તોડીને ભાગવુ પણ વ્યર્થ. આ વાત છે અંદામાનના ટાપુને વસાવનારા લોકોની. આ તેમની વાર્તા છે, જેના કારણે બંગાળની ખાડીમાં સ્થિત આ ટાપુઓ વસ્યા છે. શું ખરેખર અંદામાન ફક્ત અપરાધીઓથી જ વસેલું હતું? આવો જાણીએ.. સેલ્યુલર જેલ બન્યા પહેલાની હકીકત? એ લોકોને સ્ટીમર દ્વારા લાવવામાં આવ્યા હતા. જહાજ પર ભેજ અને મીઠાની ગંધ હતી. તેમના હાથ હથકડીઓથી બંધાયેલા હતા. તેમના પગમાં ઈજા હતી અને આંખો આકાશમાં છેલ્લી રોશની યાદ...
Published On - 6:31 pm, Tue, 16 September 25