AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon-Flipkart થી સામાન મંગાવ્યો પણ રિફંડ કે રિટર્નમાં છે ડખા ? જાણો ક્યાં અને કેવી રીતે કરવી ફરિયાદ !

જો મોટી ઈ-કોમર્સ કંપનીઓ તમારી સમસ્યાનું સમાધાન નથી કરતી, તો ડરવાની જરૂર નથી. 'કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ' અંતર્ગત તમને પૂરો અધિકાર છે. જાણો ટોલ-ફ્રી નંબરથી લઈને કન્ઝ્યુમર કોર્ટ સુધીની પૂરી પ્રોસેસ.

Amazon-Flipkart થી સામાન મંગાવ્યો પણ રિફંડ કે રિટર્નમાં છે ડખા ? જાણો ક્યાં અને કેવી રીતે કરવી ફરિયાદ !
| Updated on: Feb 24, 2026 | 6:09 PM
Share

આજના સમયમાં આપણે સોયથી લઈને સ્માર્ટફોન સુધી બધું જ ઓનલાઈન મંગાવીએ છીએ. પરંતુ ઘણીવાર Amazon, Flipkart, Myntra કે Ajio જેવી મોટી કંપનીઓ ઓર્ડર કે રિફંડ બાબતે ગ્રાહકોને હેરાન કરે છે. જો તમારી સાથે પણ આવું થયું હોય, તો જાણી લો કે કાયદો તમારી સાથે છે.

કઈ બાબતોમાં તમે ફરિયાદ કરી શકો?

જો તમે નીચેનામાંથી કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો તમે કાયદાકીય પગલાં લઈ શકો છો:

  • પ્રોડક્ટની ડિલિવરી ન થઈ હોય.
  • ખોટો અથવા ડેમેજ (તૂટેલો) સામાન મળ્યો હોય.
  • પૈસા કપાઈ ગયા હોય પણ રિફંડ ન મળતું હોય.
  • કંપની રિટર્ન લેવાનો ઈનકાર કરતી હોય.
  • નકલી (Fake) પ્રોડક્ટ પધરાવી દીધી હોય.
  • વોરંટી કે ગેરંટી આપવાની ના પાડતા હોય.
  • કસ્ટમર કેર યોગ્ય જવાબ ન આપતું હોય.

ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? (સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ)

  • કંપનીના કસ્ટમર કેરમાં: સૌ પ્રથમ જે-તે એપ કે વેબસાઈટના હેલ્પ સેન્ટરમાં ફરિયાદ નોંધાવો. હંમેશા Complaint ID તમારી પાસે સાચવીને રાખો.
  • નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH): જો કંપની 7-10 દિવસમાં જવાબ ન આપે, તો તમે સરકારની હેલ્પલાઈનનો સંપર્ક કરી શકો છો.
  • ટોલ ફ્રી નંબર: 1915
  • વેબસાઈટ: consumerhelpline.gov.in – અહીં ફરિયાદ કરવાથી સરકાર સીધી કંપની પાસે જવાબ માંગે છે.

કન્ઝ્યુમર કોર્ટ (ગ્રાહક અદાલત): જો ઉપરના રસ્તાઓ કામ ન લાગે, તો તમે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરી શકો છો. સામાનની કિંમત મુજબ કોર્ટ નક્કી થાય છે

પ્રોડક્ટની કિંમતકઈ કોર્ટમાં જવું?

  • ₹50 લાખ સુધીજિલ્લા – ગ્રાહક અદાલત (District Court)
  • ₹50 લાખ થી ₹2 કરોડ – રાજ્ય ગ્રાહક અદાલત (State Commission)
  • ₹2 કરોડથી વધુ – રાષ્ટ્રીય ગ્રાહક અદાલત (National Commission)

ધ્યાન રાખવા જેવી મહત્વની વાતો

  • વકીલ વગર કેસ: ગ્રાહક અદાલતમાં કેસ કરવા માટે તમારે વકીલની જરૂર નથી, તમે જાતે જ પક્ષ રજૂ કરી શકો છો.
  • જરૂરી દસ્તાવેજો: બિલ (Invoice), ઓર્ડર આઈડી, ઈમેલના સ્ક્રીનશોટ અને ચેટનો પુરાવો હંમેશા સાચવી રાખો.
  • ક્યાં કેસ કરવો?: તમે ભારતમાં ગમે ત્યાં રહેતા હોવ, તમે તમારા નજીકના ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરી શકો છો. જો AliExpress જેવી વિદેશી સાઈટ હોય તો પેમેન્ટ ગેટવે દ્વારા પણ ડિસ્પ્યુટ કરી શકાય છે.

તમને શું વળતર મળી શકે?

કોર્ટ માત્ર તમારું રિફંડ જ નહીં, પણ વ્યાજ સાથે પૈસા, માનસિક હેરાનગતિનું વળતર અને કાયદાકીય ખર્ચ પણ કંપની પાસેથી અપાવી શકે છે. જો મોટી ઈ-કોમર્સ કંપનીઓ તમારી સમસ્યા નથી ઉકેલતી, તો યાદ રાખો કે ‘ગ્રાહક અદાલત’ તમારી સૌથી મોટી તાકાત છે. છેતરાશો નહીં, અવાજ ઉઠાવો!

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Lawyer અને Advocate વચ્ચે શું તફાવત છે ? કોર્ટમાં કેસ લડવાની મંજૂરી કોને હોય છે?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">