જુનિયર ક્લાર્કની 1181 જગ્યાની ભરતી જાહેર, આજથી જ ભરી શકાશે ફોર્મ

|

Feb 18, 2022 | 11:15 AM

શુક્રવાર એટલે કે આજથી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ફરી શકાશે. ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા 8 માર્ચ સુધી ચાલશે .વધુ માહિતી માટે gsssb.gujarat.gov.in પર પરીક્ષાના આયોજન વિશે અપડેટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

જુનિયર ક્લાર્કની 1181 જગ્યાની ભરતી જાહેર, આજથી જ ભરી શકાશે ફોર્મ
Symbolic Image

Follow us on

ગુજરાત (Gujarat)માં સરકારી નોકરી (Government jobs) મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ (Competitive Exams)ની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. પંચાયત વિભાગે તલાટી બાદ હવે જુનિયર ક્લાર્ક (Junior Clerk)ની પણ ભરતી જાહેર કરી છે. 1181 જગ્યાની ભરતી  (Recruitment) જાહેર કરવામાં આવી છે.

1181 જગ્યાની ભરતીની જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 સીધી ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જિલ્લા પંચાયતોમાં વહીવટ અને હિસાબ શાખામાં જુનિયર ક્લાર્ક વર્ગ-3ની 1181 જગ્યાની ભરતી કરવામાં આવશે. જે માટે તારીખ 18 ફેબ્રુઆરી 2022થી 8 ફેબ્રુઆરી 2022 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મગાવવામાં આવ્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જુનિયર ક્લાર્ક માટે પણ મહત્તમ વયમર્યાદા 36 વર્ષની રાખવામાં આવી છે, મહિલા અને અનામત કેટેગરીના ઉમેદવારને વયમર્યાદામાં વધુ 5 વર્ષની છૂટ મળશે, જ્યારે શૈક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ નિયત કરાઇ છે. ઉમેદવારો 8 માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકશે..મહત્વનું છે કે, પંચાયત વિભાગમાં વિવિધ સંવર્ગમાં 15 હજાર જગ્યાઓની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ ભરતી અંગે પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી

શુક્રવાર એટલે કે આજથી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ફરી શકાશે. ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા 8 માર્ચ સુધી ચાલશે .વધુ માહિતી માટે gsssb.gujarat.gov.in પર પરીક્ષાના આયોજન વિશે અપડેટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

આ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત બિન સચિવાયલ ક્લાર્ક અને સચિવાલયના ઓફિસર આસિસ્ટન્ટ વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધાત્મક પરીક્ષા 13 ફેબ્રુઆરીના રોજ, રવિવારે યોજાવાની હતી. જો કે આ પરીક્ષા મોકુફ રખાતા પરીક્ષાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી. હવે આ જાહેરાતથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓમાં ફરીથી ઉત્સાહ જોવા મળ્યો છે.

આ પણ વા્ંચો-

સંગીતકલા બોર્ડના અધ્યક્ષ તરીકે ફિરોઝ ઇરાનીનું નામ ચર્ચામાં, ફિરોઝ ઇરાનીએ ભાજપના મોવડીમંડળ સાથે કરી મુલાકાત

આ પણ વાંચો-

Corona: હોસ્પિટલોમાં ફરી વધવા લાગ્યા પોસ્ટ કોવિડના દર્દી, વૃદ્ધોની મુશ્કેલી વધી

 

Published On - 9:48 am, Fri, 18 February 22

Next Article