બજાજ ફાઇનાન્સે(Bajaj Finance) ફિક્સ ડિપોઝિટના વ્યાજ દર(FD Interest Rate) માં વધારો કર્યો છે. વિશેષ વ્યાજ દર સાથે ગ્રાહકોને હવે FD પર 7.35% સુધીનું રિટર્ન મળશે. બજાજ ફાઇનાન્સે તમામ પ્રકારના રોકાણકારો અને તમામ મુદતની એફડી પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે. નવા દર આજે 25 એપ્રિલથી લાગુ થઈ ગયા છે. 25 એપ્રિલ અથવા તે પછી ખોલવામાં આવેલી FD પર નવા દર (FD Rates) પર વ્યાજ મળશે. તાજેતરના મહિનાઓમાં FDના દરમાં મોટો વધારો જોવા મળ્યો નથી. મોંઘવારીએ FD રિટર્નના ફાયદાને વધુ બગાડ્યા છે. જો કે કેટલીક બેંકોએ FD રેટ વધારવાની જાહેરાત કરી છે પરંતુ મોંઘવારીને જોતા આ વધારો પૂરતો નથી.
બજાજ ફાઇનાન્સ સ્પેશિયલ FD સ્કીમ હેઠળ ગ્રાહકોને 7.35 ટકા વ્યાજ આપી રહી છે. આ દર બેંકોની સરખામણીએ વધારે છે. 60 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકોને 24-35 મહિનાની FD પર 6.40 ટકા વ્યાજ મળશે જ્યારે 36-60 મહિનાની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.90 ટકા વ્યાજ મળશે. રૂ. 25,000 થી રૂ. 5 કરોડ સુધીની થાપણો પર 12-23 મહિનાના સમયગાળામાં 5.60 ટકા માસિક વ્યાજ મળી રહ્યું છે. 24-35 મહિનાની મુદત માટે માસિક વ્યાજ દર 6.22 ટકા નક્કી કરવામાં આવ્યો છે. 12-23 મહિનાની FD પર વાર્ષિક 5.75 ટકા અને 24-35 મહિનાની મુદત માટે 6.40 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે.
સંચિત એફડીની વાત કરીએ તો 15 મહિના માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર સ્પેશિયલ એફડી દર વાર્ષિક 6%, 18 મહિના માટે એફડી પર 6.1%, 22 મહિના માટે એફડી પર 6.25%, 30 મહિના માટે એફડી પર 6.5%, 33 મહિનાની એફડી માટે 6.65% છે અને 44 મહિનાની FD પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બિન-સંચિત એફડી માટે વિશેષ FD દરો 15-મહિનાની થાપણો પર 5.84 ટકા પ્રતિ માસ અને 6 ટકા વાર્ષિક, 18 મહિનાની થાપણો પર 5.94 ટકા માસિક અને 6.1 ટકા વાર્ષિક, 6.08 ટકા માસિક અને 6.25 ટકા છે. 22 મહિનાની થાપણો પર મંથલી 6.08ટકા અને વાર્ષિક 6.25 ટકા , 30 મહિનાની FD પર 6.31% માસિક અને 6.5% વાર્ષિક, 33 મહિનાની FD પર 6.46% માસિક અને 6.65% વાર્ષિક,44 મહિનાની FD પર 6.88% માસિક અને વાર્ષિક 7.1%. આ તમામ વ્યાજ દરો ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને 0.25 ટકા વધારાનું વળતર આપવામાં આવી રહ્યું છે. તદનુસાર, તે મહત્તમ 7.35% સુધી જાય છે.
તાજેતરની સમીક્ષા બેઠકમાં રિઝર્વ બેંકે રેપો રેટને સ્થિર રાખ્યો હતો જેના પછી ઘણી બેંકોએ FDના દરો વધારવાનો નિર્ણય કર્યો હતો. સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા અને એક્સિસ બેંકે FD પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. કોટક મહિન્દ્રા બેંકે 2 કરોડથી ઓછી રકમ માટે વિવિધ મુદતના FD દરોમાં વધારો કર્યો છે. કોટક મહિન્દ્રા બેંકની વેબસાઈટ અનુસાર નવા દરો 12 એપ્રિલ, 2022થી લાગુ થશે. તાજેતરના વધારા પછી બેંક 7 દિવસથી 10 વર્ષમાં પાકતી થાપણો પર 2.50% થી 5.60% વ્યાજ દર ઓફર કરી રહી છે.
ખાનગી બેંક HDFC બેંકના જણાવ્યા અનુસાર અમુક સમયગાળામાં 2 કરોડથી ઓછીની FD પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. નવા FD દરો 6 એપ્રિલ 2022થી લાગુ થશે. HDFC બેંક 7 દિવસથી દસ વર્ષમાં પાકતી થાપણો પર સામાન્ય લોકો માટે 2.50 ટકાથી 5.60 ટકા વ્યાજ દર ઓફર કરે છે. બેંક ઓફ બરોડા (BoB) એ 22 માર્ચથી 2 કરોડ રૂપિયાથી ઓછી થાપણો માટે FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ ફેરફાર પછી બેંક ઓફ બરોડાના નવા FD વ્યાજ દરો 7 દિવસથી 10 વર્ષની વચ્ચેની પાકતી મુદત માટે 2.80 ટકાથી 5.55 ટકા સુધી છે.