Yemen: યમનના હજ્જામાં લડાઈ વધી, સાઉદી ગઠબંધનના હુમલામાં ઓછામાં ઓછા 156 હુતી બળવાખોરો માર્યા ગયા, અનેક વાહનો નાશ પામ્યા

|

Feb 21, 2022 | 8:58 AM

Yemen Houthi Rebels: યમનમાં ચાલી રહેલા યુદ્ધમાં બે દિવસમાં 156 હુથી વિદ્રોહીઓના મોત થયા છે. તેઓ સાઉદી અરેબિયાના ગઠબંધન સૈનિકો સાથે લડી રહ્યા છે.

Yemen: યમનના હજ્જામાં લડાઈ વધી, સાઉદી ગઠબંધનના હુમલામાં ઓછામાં ઓછા 156 હુતી બળવાખોરો માર્યા ગયા, અનેક વાહનો નાશ પામ્યા
Houthi rebels killed in Yemen (PTI)

Follow us on

યમન(Yemen)ના ઉત્તરપૂર્વીય પ્રાંત હજ્જામાં, હુતી બળવાખોરો અને સાઉદી અરેબિયા(Saudi Arabia)ની આગેવાની હેઠળના લશ્કરી જોડાણ વચ્ચે યુદ્ધ તીવ્ર બન્યું છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં ઓછામાં ઓછા 156 હુતી લડવૈયાઓ માર્યા ગયા છે. ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે હરદ શહેરમાં સેના અને લડવૈયાઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેની સરહદ સાઉદી અરેબિયા સાથે છે. એકલા હરદાદમાં શુક્રવારે 106 હુથી બળવાખોરોના મોત થયા હતા. યમનમાં ગઠબંધન સેના(Coalition Army in Yemen) ના હુમલામાં હુથી બળવાખોરોના અનેક વાહનોને પણ નુકસાન થયું છે.

હુતી આતંકવાદીઓએ થોડા દિવસો પહેલા સેનાને હરદાદ શહેર છોડવાની ફરજ પાડી હતી. તે સમયે 60 જવાનો શહીદ થયા હતા અને 140 અન્ય ઘાયલ થયા હતા. ત્યારબાદ 17 ફેબ્રુઆરીએ, સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધનના યુદ્ધ વિમાનો દ્વારા યમનના સૈનિકો દ્વારા હુથી આતંકવાદીઓને અબ્દ જિલ્લામાંથી ભગાડવામાં આવ્યા હતા. આતંકવાદીઓ યમનના આર્મી બેઝ તરફ આગળ વધી રહ્યા હતા. પછી તેમને રોકવા માટે તેણે હુમલો કર્યો. જેમાં 50 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

સેનાએ તેમને ખતમ કરવા માટે 10 બોમ્બ ફાયર કરવામાં સક્ષમ ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. અગાઉ, આવી જ લડાઈ મારીબમાં પણ થઈ હતી. તેમાં પણ સેંકડો હુતી માર્યા ગયા હતા. તાજેતરમાં, હુતી બળવાખોરો ચર્ચામાં આવ્યા જ્યારે તેઓએ સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીને નિશાન બનાવ્યું. આ હુમલામાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિક સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા ત્યાં અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

યમનમાં 2014થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ તે સમયે રાજધાની સના સહિત અનેક ઉત્તરપૂર્વીય પ્રાંતો પર કબજો મેળવ્યો હતો. જ્યારે સાઉદી સમર્થિત યમનના રાષ્ટ્રપતિ અબ્દ રબ્બુ મન્સૂર હાદીને રાજધાની સનામાંથી બહાર જવાની ફરજ પડી હતી. પછી વર્ષ 2015 માં, આ વૈશ્વિક માન્યતા પ્રાપ્ત સરકારની પુનઃસ્થાપના માટે, સાઉદી અરેબિયા અને UAE સહિત તમામ આરબ દેશોએ યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો. તેણે યમનની સેનાને મદદ કરી અને હુતીઓને ઘણા વિસ્તારોમાંથી ભગાડી દીધા.

આ પણ વાંચો-UP Assembly election : ઈતિહાસમાં લખાશે 2022ની યુપી ચૂંટણી, ઘણા નેતાઓની રાજનીતિ ખતમ થવા તરફ
Next Article