OMG ! આ મહિલાએ પેનની સાઇઝ જેટલી બાળકીને આપ્યો જન્મ, 13 મહિના સુધી રાખવામાં આવી ICU માં

|

Oct 19, 2021 | 8:28 AM

કેરેને કહ્યું કે જન્મ સમયે તેની પુત્રીનું વજન માત્ર 650 ગ્રામ હતું. તે જ સમયે, તેના બાળકનું કદ બોલ પેન જેટલું હતું. તેની તસવીરો સ્થાનિક વેબસાઇટ પર પણ સામે આવી છે.  કેરેનનું બાળક 13 મહિના સુધી ICU માં ડોક્ટરોની દેખરેખ હેઠળ રહ્યું.

OMG ! આ મહિલાએ પેનની સાઇઝ જેટલી બાળકીને આપ્યો જન્મ, 13 મહિના સુધી રાખવામાં આવી ICU માં
Woman gave birth to a pen sized baby

Follow us on

આજકાલ ઈંગ્લેન્ડની એક મહિલા અને તેના પ્રિમેચ્યોર બાળક સાથે જોડાયેલા સમાચાર ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ (Viral News) થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, આ મહિલાની બાળકીનો જન્મ 23 મા સપ્તાહ એટલે કે 6 મહિનામાં થયો હતો.બાળક પ્રિમેચ્યોર હોવાથી તેનું કદ બોલ પેન જેટલું હતું. બાળક જન્મ સમયે એટલું નબળું હતું કે તેને 13 મહિના સુધી ICU માં રહેવું પડ્યું.

કોઈપણ સ્ત્રી માટે, માતા બનવું એ તેના જીવનની સૌથી ખુશ ક્ષણ છે. પરંતુ ક્યારેક તેમની ખુશીને ગ્રહણ લાગી જાય છે. માતા માટે સૌથી મુશ્કેલ ક્ષણ એ છે કે જ્યારે તેનું બાળક તંદુરસ્ત જન્મે નહીં. આવું જ કંઈક ઇંગ્લેન્ડના (England) લિવરપૂલમાં (Liver Pool) રહેતી કેરેન સાથે થયું. કેરેને 2017 માં એક બાળકીને જન્મ આપ્યો હતો. 23 મા સપ્તાહમાં જ તેની બાળકીનો જન્મ થયો હોવાથી, તેનું વજન માત્ર 650 ગ્રામ હતું. આવી સ્થિતિમાં બાળક માટે જીવવું મુશ્કેલ બની જાય છે.

અહેવાલ મુજબ, કેરેને તેની બાળકીના જન્મથી એક વર્ષ પહેલા તેના પુત્રને જન્મ આપ્યો હતો. પુત્ર જ્યોર્જ પણ પ્રિમેચ્યોર બાળક હતો. કેરેને કહ્યું કે જ્યોર્જનો જન્મ 22 મા અઠવાડિયામાં જ થયો હતો. તે માત્ર બે કલાક જ જીવતો રહી શક્યો. જ્યોર્જના મૃત્યુ બાદ કેરેન અને તેના પતિને ભારે આઘાત લાગ્યો હતો. તેથી જ જ્યારે તેની બાળકી પણ અકાળે જન્મી ત્યારે તેમની આંખમાંથી આંસુ આવી ગયા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કેરેને કહ્યું કે જન્મ સમયે તેની પુત્રીનું વજન માત્ર 650 ગ્રામ હતું. તે જ સમયે, તેના બાળકનું કદ બોલ પેન જેટલું હતું. તેની તસવીરો સ્થાનિક વેબસાઇટ પર પણ સામે આવી છે.  કેરેનનું બાળક 13 મહિના સુધી ICU માં ડોક્ટરોની દેખરેખ હેઠળ રહ્યું. જો કે, ઘણી મુશ્કેલીઓ બાદ આજે તેમની પુત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે. હવે તે ચાર વર્ષની છે. ડોક્ટરોનું કહેવું છે કે કેરેનની દીકરી એક ચમત્કારી બાળક છે. આવી પડકારજનક પરિસ્થિતિમાં તેના માટે ટકી રહેવું મુશ્કેલ હતું.

આ પણ વાંચો –

Jammu-kashmir : આતંકી હુમલાની દહેશત વચ્ચે સંવેદનશીલ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા કરવામાં આવી ઠપ્પ

આ પણ વાંચો –

દિવાળીના તહેવારને જશ્ન-એ-રિવાજ કહેવું આ કંપનીને પડ્યુ ભારે, ટ્વીટર પર બહિષ્કાર કરવાની ઉઠી માંગ

આ પણ વાંચો –

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરમાં અચાનક લાગી આગ, ભડભડ કરતુ સળગી ઉઠ્યું ટ્રેલર

Next Article