બે દિવસ સુધી પાકિસ્તાનમાં કેદ રહેલા અભિનંદનને પાકિસ્તાની સૈન્ય અને ISIS દ્વારા સતત માનસિક રીતે તોડવાની કોશિશ કરવામાં આવી. એક એવી તકની રાહ પાકિસ્તાની સૈન્ય જોઈ રહ્યું હતું કે જેમાં, અભિનંદન કમજોર પડે અને પોતાના છુટકારા માટે કાકલુદી કરતો વીડિયો બનાવવામાં આવે. એટલા માટે જ અલગ અલગ 3 વખત અભિનંદનનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો પરંતુ, પાકિસ્તાની સેના કે ISISને સફળતા મળી નહી.
પાકિસ્તાની સેના અને ISIS દ્વારા અભિનંદનને તેમના પરિવારને લઈને પણ અલગ અલગ રીતે તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યા. પરંતુ અભિનંદન પોતાના મજબૂત મનોબળ અને માનસિક ક્ષમતાના કારણે વાયુસેના કે પછી દેશની સુરક્ષાને લગતી એક પણ માહિતી જણાવી નથી. પાકિસ્તાનથી મુક્ત થયાં બાદ અભિનંદન સૌથી પહેલા પાલમ એરપોર્ટ પર પોતાના પરિવારને મળ્યા. બાદમાં અભિનંદનની શારીરિક અને માનસિક તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાને અભિનંદનના શરીરમાં કોઈ ચિપ કે બગ લગાવ્યું છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
મહત્વનું છે કે, શનિવારે સવારે અભિનંદનનું મિગ -21 વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું અને ત્યારબાદ POKમાં લોકોએ મારપિટ પણ કરવામાં આવી. જેથી અભિનંદનને કોઈ આંતરિક ઈજાઓ થઈ છે કે કેમ તેની તપાસ સેનાના ઉચ્ચ ડોક્ટરો દ્વારા થઈ રહી છે. વિંગ કમાન્ડરની માનસિક તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય પૂછપરછ કરવામાં આવશે. જેમાં અભિનંદન ભારતની ગુપ્તચર એજન્સી રૉ, આઈબી, મિલીટ્રી ઈન્ટેલિંજન્સ, વાયુસેના, વિદેશ મંત્રાલયના અધિકારીઓની સામે પાકિસ્તાની સૈન્યની કેદમાં થયેલા અનુભવો અંગે પણ ચર્ચા કરશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 1:59 pm, Sat, 2 March 19