શું અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત થશે? અફઘાન સરકારે તાલિબાનને આપી મોટી ઓફર

|

Aug 12, 2021 | 10:39 PM

Afghanistan Taliban News: અફઘાનિસ્તાનમાં ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. આ અંગે હાલમાં કતારમાં વાટાઘાટો ચાલી રહી છે. જ્યાં અફઘાન સરકારે તાલિબાનને એક ઓફર કરી છે. જેથી હિંસાનો અંત લાવી શકાય.

શું અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત થશે? અફઘાન સરકારે તાલિબાનને આપી મોટી ઓફર
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Afghanistan Taliban Qatar: અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈનિકો પાછા ખેંચાયા બાદ તાલિબાન ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેમણે દેશના મોટા ભાગ પર કબજો જમાવ્યો છે. તાલિબાન અને અફઘાન સરકાર વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધને સમાપ્ત કરવા માટે કતારમાં વાતચીત ચાલી રહી છે. જેના કારણે એવા સંકેતો છે કે, આ લડાઈ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે (Afghanistan Taliban War). બેઠકમાં અફઘાન સરકારનું પ્રતિનિધિત્વ કરતા વાટાઘાટકારોએ તાલિબાનને ઓફર કરી હતી. જે અંતર્ગત સત્તાની વહેંચણીમાં સમાધાન કરવાનું કહેવામાં આવ્યું છે. સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે.

તાલિબાનોએ અફઘાનિસ્તાન સરકાર અને અન્ય પ્રાદેશિક હિસ્સેદારો સાથે રાજકીય સમાધાન ટાળ્યું હોવાનું જણાય છે. કારણ કે આ પ્રદેશમાંથી યુએસ નેતૃત્વના સૈનિકોને પાછા ખેંચી લીધા છે (Afghanistan Taliban Conflict). એક ખાનગી અહેવાલ મુજબ સરકારે કતારને મધ્યસ્થી તરીકે દરખાસ્ત રજૂ કરી છે. આ પ્રસ્તાવ તાલિબાનને દેશમાં હિંસા રોકવાના બદલામાં સત્તા વહેંચવાની મંજૂરી આપે છે. તમને જણાવી દઈએ કે તાલિબાન અફઘાન સેના તરફ આક્રમક બની ગયું છે અને લડાઈમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.

10 પ્રાંતીય રાજધાનીઓ કરી કબજે

આ સંગઠને ખૂબ જ ટૂંકા સમયમાં 10 પ્રાંતીય રાજધાનીઓનું નિયંત્રણ મેળવ્યું છે. જ્યારે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે કે, તાલિબાન ત્રણ મહિનાની અંદર રાજધાની કાબુલને પણ પોતાના હાથમાં લઈ લેશે. અફઘાનિસ્તાનની ખરાબ પરિસ્થિતિ વચ્ચે ભારતે ત્યાં રહેતા તેના નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા કહ્યું હતું. જેના માટે મઝાર-એ-શરીફથી નવી દિલ્હી માટે ખાસ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના દ્વારા ભારતીય દૂતાવાસના અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને અફઘાનિસ્તાનના ચોથા સૌથી મોટા શહેરમાં અને તેની આસપાસ રહેતા ભારતીય નાગરિકોને લાવવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

ભારતે પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે, ‘અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ, અમે ત્યાં બગડતી પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ. આ સપ્તાહની શરૂઆતમાં કાબુલમાં અમારા દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી હતી. જેમાં તેમને કોમર્શિયલ ફ્લાઇટ દ્વારા ભારત આવવાની સલાહ આપવામાં આવી હતી.

 

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલો પર પ્રતિબંધ મૂક્યો છે

આ પણ વાંચો: Parliament Monsoon Session: સંજય રાઉતે રાજ્યસભામાં માર્શલ લો લાગુ કરવાનો આરોપ લગાવ્યો, પૂછ્યું શું આ આપણી સંસદીય લોકશાહી છે?

Next Article