
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસોમાં જ ઘણી વખત કેનેડાને યુએસનું 51મું રાજ્ય અને તેના પીએમ જસ્ટિન ટ્રુડોને તેના ગવર્નર તરીકે ગણાવ્યા હતા. નાતાલના અવસર પર પણ તેમણે આ વાત ફરી કરી હતી. આ ઉપરાંત તેમણે આ પ્રસ્તાવના ફાયદા પણ ગણાવ્યા હતા. ટ્રમ્પ આ વાત ત્યારે કહી રહ્યા છે, જ્યારે તેમના દેશમાં ટ્રુડોની હાલત સારી નથી. દાયકાઓ પછી પ્રથમ વખત બંને દેશો વચ્ચે આ પ્રકારની વાતચીત થઈ રહી છે. જો કે, અમેરિકાના 50 રાજ્યોમાંથી ઘણા આ રીતે જ તોડમરોડ કરીને બન્યા છે. ટ્રમ્પે ઘણી વખત કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય અને ટ્રુડોને તેના ગવર્નર તરીકે ગણાવ્યા છે. પરંતુ ટ્રુડોએ એકવાર પણ આનો પ્રત્યુત્તર આપ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, કેનેડાના ગવર્નર જસ્ટિન ટ્રુડોના નાગરિકોને ખૂબ જ ઉંચો ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. પરંતુ જો કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બને તો કેનેડામાં 60 ટકાથી વધુ ટેક્સમાં ઘટાડો થઈ શકે છે. અહીંના વેપાર-ધંધો પણ તરત બમણો થઈ જશે. આ સિવાય સૈન્ય...