શા માટે ચીનને મસૂદ અઝહર પર થઈ રહ્યો છે ‘ખાસ પ્રેમ’ ?, 2002 થી ભારતના પ્રસ્તાવનો ચીન જ માત્ર કરી રહ્યું છે વિરોધ, શું છે કારણ?

|

Mar 14, 2019 | 3:39 AM

ચીને આખરે પોતાનો રંગ દેખાડી રહ્યો છે. સતત ચોથી વખત જૈશના મુખ્યા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં ચીને વિઘ્ન નાખ્યું છે. જો કે ચીનનો મસૂદ પ્રેમ પાછળ મોટું ષડયંત્ર ચીન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છેકે એક તરફ સમગ્ર વિશ્વ મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાના પક્ષમાં છે ત્યારે ચીન તેનો બચાવ […]

શા માટે ચીનને મસૂદ અઝહર પર થઈ રહ્યો છે ખાસ પ્રેમ ?, 2002 થી ભારતના પ્રસ્તાવનો ચીન જ માત્ર કરી રહ્યું છે વિરોધ, શું છે કારણ?

Follow us on

ચીને આખરે પોતાનો રંગ દેખાડી રહ્યો છે. સતત ચોથી વખત જૈશના મુખ્યા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં ચીને વિઘ્ન નાખ્યું છે. જો કે ચીનનો મસૂદ પ્રેમ પાછળ મોટું ષડયંત્ર ચીન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ખાસ વાત એ છેકે એક તરફ સમગ્ર વિશ્વ મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાના પક્ષમાં છે ત્યારે ચીન તેનો બચાવ કરી રહ્યો છે. જેની પાછળ ચીનનો વિશેષ હેતું રહેલો છે. ચીન મસૂદનો બચાવ કરી સમગ્ર વિશ્વ સામે જ પોતાની ખોટી છાપ ઉભી કરી રહ્યું છે. જો કે તેના માટે ચીનનું પાકિસ્તાનમાં કરોડો રૂપિયાનું રોકાણ જવાબદાર છે.

શું છે મુખ્ય કારણ?

જો અઝહર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરી દેવામાં આવશે તો તેના પર પ્રતિબંધ લાગી જશે. જે સ્થિતિમાં ભારત પાકિસ્તાનને આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાના રાષ્ટ તરીકે પાક. પર ઘણાં પ્રતિબંધ લાગી શકે છે. તે સ્થિતિમાં ચીને પાકિસ્તાનમાં આર્થિક રીતે મોટું રોકાણ કર્યું છે. જેના કારણે ચીનને મોટી અસર થઈ શકે છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

આ પણ વાંચો : ચીનનો મસૂદ પર ‘વિશેષ પાવર’, અઝહર મસૂદને વૈશ્વિક આંતકી જાહેર કરવામાં ફરી એક વખત ચીને વિટો પાવરનો ઉપયોગ કર્યો

એટલું જ નહીં ચીન રશિયાને પણ પાકિસ્તાનની નજીક લાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. ચીને છેલ્લા 4 જ વર્ષમાં પાકિસ્તાનમાં 50 અબજ ડોલરથી પણ વધુનું રોકાણ કર્યું છે. ચીન પાકિસ્તાન કોરિડોર CPECનો પણ તેમાંજ સમાવેશ થાય છે. આ સ્થિતિમાં ચીન જો પાકિસ્તાનને મદદ ન કરશે તો તેને આ તમામ બાબતો પર નુકસાનનો સામનો કરવો પડે છે.

2002થી અત્યાર સુધીમાં ભારતે જ્યારે પણ મસૂદ પર કડક કાર્યવાહી કરવા માટેની યોજના બનાવી છે ત્યારે ચીન તેમાં અવળચંડાઈ કરતું જ જોવા મળ્યું છે. જો મસૂદ પર પ્રતિબંધ લાગી જાય તો પાક. વિશ્વમાં એકલું પડી જાય તે સ્થિતિમાં ચીને પાક.ને મદદ કરવી પણ મુશ્કેલ બની રહે. એટલું જ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ તેની સાથે કોઇ આવીને ઊભું ન રહે. આ જોતાં મસૂદ પર ચીનનો વિશેષ પ્રેમ રહ્યો છે.

આ પણ વાંચો : UN બેઠક પહેલા અમેરીકાએ ચીનને આપી કડક ચેતવણી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરો

પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ એવો સંકેત આપ્યો હતો કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારતના પ્રસ્તાવનો વિરોધ નહીં કરે. જ્યારે હાલમાં યુએનમાં પ્રતિબંધિત આતંકી લિસ્ટમાં દાઉદ ઇબ્રાહીમ સહિત 139 આતંકીઓ સામેલ છે. યુએન દર વર્ષે આતંકીનુ લિસ્ટ બહાર પાડે છે. 2018ના લિસ્ટમાં દાઉદ ઇબ્રાહીમનો સમાવેશ કરાયો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:36 am, Thu, 14 March 19

Next Article