WHO ટીમનાં સભ્યએ કર્યા ચાઇનાનાં કારનામાઓ જાહેર, જાણો કયા ડેટા છુપાવી રહ્યું છે ડ્રેગન?

|

Feb 15, 2021 | 1:35 PM

જાણવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2019માં વુહાનમાં કોરોનાના કેસ વ્યાપક હતા. આ માટે તપાસ એજન્સીએ કેટલાક બ્લડ સેમ્પલની માંગ કરી હતી, જેને ચીને નકારી દિધી.

WHO ટીમનાં સભ્યએ કર્યા ચાઇનાનાં કારનામાઓ જાહેર, જાણો કયા ડેટા છુપાવી રહ્યું છે ડ્રેગન?
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કોરોનાના કારણે વિશ્વભરમાં લગભગ 23 લાખથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. પરંતુ તેના ઉત્પન્ન વિષે હજુ પ્રશ્નો છે. WHO એ તાજેતરમાં કોરોના વુહાન લેબથી લીક થવાની વાતને ફગાવી દીધી હતી, પરંતુ WHOની ટીમને શરૂઆતી ડેટા ના આપવા બાદ ચીન પર મોટા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. વિશ્વના ઘણા દેશોનું માનવું છે કે ચીન કોરોના વિષે માહિતી છુપાવી રહ્યું છે. જાણવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2019માં વુહાનમાં કોરોનાના કેસ વ્યાપક હતા. આ માટે તપાસ એજન્સીએ કેટલાક બ્લડ સેમ્પલની માંગ કરી હતી, જેને ચીને નકારી દિધી.

WHO મિશનના મુખ્ય તપાસનીસકર્તા પીટર બેન એમ્બ્રેકએ કહ્યું કે ટીમને 2019 માં વાયરસ ફેલાવાના અનેક સંકેતો મળ્યા છે. ટીમને વાયરસથી સંક્રમિત પહેલા દર્દી સાથે વાત કરવાની તક પણ મળી. તે 40 વર્ષનો હતો અને મુસાફરીનો તેનો કોઈ રેકોર્ડ નથી. 8 ડિસેમ્બરે તેને ચેપ લાગ્યો હતો. તાજેતરમાં વુહાનથી સ્વિટ્ઝર્લેન્ડ પરત આવેલા એમ્બ્રેકે જણાવ્યું હતું કે વાયરસ ડિસેમ્બરમાં વુહાનમાં હતો, જે નવી શોધ છે. ડબ્લ્યુએચઓના ફૂડ સેફ્ટી નિષ્ણાંતે અહેવાલ આપ્યો છે કે ડિસેમ્બરમાં વુહાન અને તેની આસપાસ વિસ્તારમાં 174 કોરોના કેસ નોંધાયા હતા. જેમાંથી લેબોરેટરી પરીક્ષણમાં 100ની પુષ્ટિ કરવામાં આવી છે.

એમ્બ્રેકે કહ્યું કે આ મોટી સંખ્યા છે. આનો અર્થ એ છે કે ડિસેમ્બરમાં વાયરસથી એક હજારથી વધુ લોકો પ્રભાવિત થયા. તેમણે કહ્યું કે ટીમમાં WHOના 17 અને ચાઇનાના વૈજ્ઞાનિકો સામેલ હતા. જેમે પહેલા કોરોના વાયરસ કેસોની તપાસ કરવા વાલા વાયરસ જેનેટિક મટીરીયલના પ્રકારને વિસ્તૃત કર્યા. આનાથી તેમને આંશિક આનુવંશિક નમૂનાઓની તપાસ કરવાની છૂટ મળી. પરિણામે, તેઓ પ્રથમ વખત ડિસેમ્બર 2019 થી SARS-COV-2 વાયરસના 13 જુદા જુદા આનુવંશિક સિક્વન્સ ભેગા કરવામાં સક્ષમ થયા. જો 2019 માં ચાઇનામાં દર્દીઓના વિસ્તૃત ડેટા સાથે તપાસ કરવામાં આવે તો, આ વિશે મૂલ્યવાન સંકેતો આપી શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

એમ્બ્રેકે વધુ સમજાવ્યું કે તેમાંથી કેટલાક કેસ બજારોના છે અને કેટલાક બજારોથી જોડાયેલા નથી. તેમાં વુહાનનું હુનન સીફૂડ માર્કેટ પણ સામેલ છે. જેના વિષે વાયરસ ફેલાવવાનું શરૂ કરાયું હોવાનું કહેવામાં આવે છે.

કોઈપણ વાયરસના જેનેટિક રચનામાં પરિવર્તન લાવવું સામાન્ય છે અને તે હાનિકારક નથી. ડિસેમ્બર પહેલાં રોગના ઇતિહાસ માટે 13 સ્ટ્રેન્સનો અર્થ શું હોઈ શકે તે વિશે તારણો દોરવા માટે એમ્બ્રેકે ઇનકાર કર્યો હતો. પરંતુ વાયરસના ઘણાં વિવિધ સંભવિત રૂપોની શોધથી તે જાહેર થઈ શકે છે કે વાયરસ કયા મહિના કરતાં વધુ સમયથી ફરે છે. કેટલાક વાયરસ નિષ્ણાતોએ અગાઉ નોંધ્યું છે. ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીમાં એક વાયરલોજિસ્ટ પ્રો. એડવર્ડ હોમ્સ જણાવે છે કે ડિસેમ્બર 2019 માં વુહાન તરફથી લેવામાં આવેલા નમૂના SARS-CoV-2 પહેલાથી જ જેનેટિક વિવિધતા ધરાવે છે. આને કારણે એવી સંભાવના છે કે વાયરસ એક મહિના કરતા વધુ સમયથી ફેલાયેલ હતો.

Next Article