New York : 111 વર્ષ પહેલા પ્રખ્યાત ટાઈટેનિક જહાજ દરિયામાં ડૂબ્યુ હતું. આ ટાઈટેનિક જહાજનો કાટમાળ આજે પણ દરિયાની અંદર છે. આ કાટમાળને જોવા અને તેના પર રિસર્ચ કરવા ઘણા લોકો દુર્ઘટના સ્થળ સુધી પહોંચતા હોય છે. હાલમાં જ ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલી સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થઈ ગઈ હતી.
આ સબમરીનને શોધવા માટે અમેરિકા, કેનેડા અને બ્રિટનની નેવીએ ખાસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ સબમરીનમાં પાકિસ્તાની મૂળના અબજોપતિ પ્રિન્સ દાઉદ (Shahzada Dawood) પણ હાજર હતો.આ સબમરીમમાં પ્રિન્સ દાઉદ સહિત કુલ 5 લોકો સામેલ હતા.
બ્રિટિશ અબજોપતિ હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ સંશોધક પોલ હેનરી નાર્ગેલેટ અને ઓસેનગેટના સીઈઓ સ્ટોકટન રશ સબમરીનમાં સવાર અન્ય લોકોમાં હતા. રિપોર્ટ અનુસાર, આ સબમરીનમાં પ્રિન્સ દાઉદનો દીકરો પણ હતો. ચાલો જાણીએ કોણ છે પ્રિન્સ દાઉદ.
આ પણ વાંચો : PM Modi US Visit : પશ્ચિમના દેશોને ભારત વિના નહી ચાલે, PM મોદીએ બદલી ભારતની છબી
પ્રિન્સ શહેઝાદા દાઉદ દાઉદ ગ્રુપમાંથી આવે છે, જે એક મોટા પાકિસ્તાની બિઝનેસ પરિવાર છે. તે દાઉદ હર્ક્યુલસ કોર્પોરેશનના વાઇસ ચેરમેન છે. આ ઉપરાંત તે પ્રિન્સ ચાર્લ્સની ચેરિટી, પ્રિન્સ ટ્રસ્ટ ઇન્ટરનેશનલના વૈશ્વિક સલાહકાર બોર્ડના સભ્ય પણ છે.તેની પાસે કોર્પોરેટ ગવર્નન્સ અને પાકિસ્તાનમાં ઉદ્યોગોના પુનરુત્થાનમાં નિપુણતા છે. દાઉદ ગ્રુપ ઘણી મોટી કંપનીઓ ચલાવે છે, જે પાકિસ્તાનથી બ્રિટન સુધી ફેલાયેલી છે.
ટાઇટેનિકનો કાટમાળ, જે 1 સપ્ટેમ્બર, 1985ના રોજ મળી આવ્યો હતો, તે એટલાન્ટિક મહાસાગરના તળિયે લગભગ 13,000 ફૂટ (4,000 મીટર) પાણીની અંદર સ્થિત છે. તે ન્યૂફાઉન્ડલેન્ડ, કેનેડાથી આશરે 400 નોટિકલ માઈલ (740 કિમી) દૂર છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો