તુર્કીની સંસદે થોડા દિવસો પહેલા એક વિશેષ સત્ર બોલાવ્યું હતું. તુર્કીની અર્થવ્યવસ્થા નીચે જઈ રહી છે, વિકાસ દર 3 ટકાથી ઓછો રહેવાની ધારણા છે. ફુગાવાનો દર વિક્રમી 85 ટકા સુધી પહોંચી ગયો છે કે કેમ તેની ચર્ચા કરવા માટે નહીં. પરંતુ તુર્કીથી 4,636 કિલોમીટર દૂર આવેલા દેશમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે તે બાબતે ચર્ચા કરી રહ્યાં છે. આ વિશેષ સત્રમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતમાં કાશ્મીરનો અવાજ ઉઠાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવે. જ્યારે આ સમાચાર પાકિસ્તાન પહોંચ્યા તો રાજનૈતિક વર્તુળોમાં ખુશીનો કોઈ પાર ના રહ્યો. આ નિર્ણયને પગલે, પાકિસ્તાનમાં તુર્કીનો આભાર માનવાનો સીલસીલો શરુ થયો.
અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે પાકિસ્તાન અને તુર્કી કાશ્મીરના મુદ્દાને રાઈનો પહાડ બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ મામલો એવો નથી જે દેખાઈ રહ્યો છે. બલ્કે આ આખી રમત ભારતની ઈમેજને ખરાબ કરવા માટે કરવામાં આવી રહી છે.
ભારત મહત્વપૂર્ણ વૈશ્વિક પરિષદો અથવા મોટા વૈશ્વિક આયોજન આયોજન કરી રહ્યું છે. ભારત વૈશ્વિક સંગઠન G-20ની અધ્યક્ષતા સંભાળી રહ્યું છે અને આ વર્ષે સમિટનું દેશના વિવિધ રાજ્યોમાં તેનુ જોરશોરથી આયોજન થઈ રહ્યું છે. આ બાબત ખરેખર ઇસ્લામિક દેશોના એક વર્ગને હેરાન પરેશાન કરી રહી છે. આવો વર્ગમાંથી બે દેશો વધુ આગળ આવી રહ્યા છે… આ બન્ને દેશ છે તુર્કી અને પાકિસ્તાન.
હવે આપણે સમજીએ છીએ કે તુર્કી, શા માટે મોંઘવારીથી પીડિત મુસ્લિમો કે જે પોતાના જ દેશમાં ગરીબીમાં જીવે છે તેમને છોડીને કાશ્મીરનો રાગ આલાપી રહ્યું છે. ?…. જુઓ, આના બે કારણો છે. પ્રથમ, તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગન પોતાને સુન્ની વિશ્વના નેતા તરીકે જુએ છે. અને બીજું કારણ – તુર્કી માત્ર મધ્ય પૂર્વ જ નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ દેશોનું નેતા બનવાની ઈચ્છા ધરાવે છે.
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન કથિત રીતે મુસ્લિમો વિરુદ્ધની ઘટનાઓ પર નજર રાખે છે અને તેમને જ્યાં પણ તક મળે છે ત્યાં તેમના મિશનમાં સામેલ થઈ જાય છે. બીજી તરફ તુર્કી દાયકાઓથી એક મોટો ભા બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક તરફ તેની નજર યુરોપ અને અમેરિકાના દેશોને મદદ કરવા પર છે તો બીજી તરફ તે મુસ્લિમ દેશોની ઓઆઈસી (ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન)ની અંદર અલગ જૂથ બનાવવાની પ્રક્રિયામાં પણ વ્યસ્ત છે.
તુર્કીએ પાકિસ્તાન અને મલેશિયાને પોતાના તરફ લાવવાની શરૂઆત કરી દીધી છે. અને ઈસ્લામિક દેશોના આ જૂથે ભારતની પ્રતિષ્ઠા ખરાબ કરવા માટે કાશ્મીરનો મુદ્દો ઉછાળવામાં કોઈ કસર છોડી નથી. પાકિસ્તાન સતત કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે. પરંતુ આમાં બધાનું મેળાપીપણુ જોવા મળી રહ્યું છે. તુર્કી અને પાકિસ્તાનને પગલે મલેશિયાએ પણ કલમ 370 અને 35A હટાવવા સામે વાંધો ઉઠાવ્યો અને પૂર્વ રાષ્ટ્રપતિ મહાતિર મોહમ્મદે યુએનમાં કહ્યું કે ભારતે કાશ્મીર પર બળજબરીથી કબજો જમાવ્યો છે.
હવે OICની અંદર એક અલગ જૂથ દ્વારા ભારત વિરોધી નકારાત્મક વાત કરવામાં આવે છે. બીજી તરફ OIC પણ કાશ્મીર મુદ્દે સતત ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનું ઉદાહરણ ડિસેમ્બર 2022 માં OIC મહાસચિવ જનરલ એચ. બ્રાહિમ તાહાની PoK મુલાકાત છે. આ મુલાકાત પર OIC મહાસચિવે કહ્યું કે, સંગઠનના તમામ દેશોએ એક થવું જોઈએ જેથી કરીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકાય અને તેનો ઉકેલ લાવી શકાય. કાશ્મીર અમારા માટે સૌથી મોટો મુદ્દો છે. જેના જવાબમાં ભારતે પણ વળતો જવાબ આપતા સરા જાહેર કહ્યું કે, OICએ આવી વસ્તુઓ કરીને તેની વિશ્વસનીયતા ગુમાવી છે.