અંતરિક્ષમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સ ક્યારે ધરતી પર પાછી ફરશે ? નાસાએ આપ્યું આ અપડેટ

|

Jul 26, 2024 | 12:53 PM

અંતરિક્ષમાં ગયેલ સુનીતા વિલિયમ્સ છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી અવકાશમાં અટવાયેલી છે. નાસા તેને પરત લાવવાના પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ હજુ પણ સુનિતા વિલિયમ્સના ધરતી પર પાછા આવવામાં ઘણો વિલંબ થઈ શકે છે.

અંતરિક્ષમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સ ક્યારે ધરતી પર પાછી ફરશે ? નાસાએ આપ્યું આ અપડેટ
Sunita Williams

Follow us on

છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી અવકાશમાં અટવાયેલી સુનીતા વિલિયમ્સ માટે નાસા તરફથી ખૂબ જ નિરાશાજનક અપડેટ આવ્યું છે. નાસાએ કહ્યું કે, અવકાશયાત્રીઓ અને બોઇંગ કેપ્સ્યુલ સ્પેસ સ્ટેશન પર પાછા લાવવા માટે હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી. સુનિતા વિલિયમ્સ સાથે ટેસ્ટ પાયલોટ બૂચ વિલ્મોર છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી અંતરિક્ષમાં અટવાયેલા છે અને તેઓ ત્યા હજુ કેટલો સમય રહેશે તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી.

ટેસ્ટ પાયલોટ બૂચ વિલ્મોરે ગત 5 જૂનના રોજ, સુનિતા વિલિયમ્સ સાથે અવકાશમાં ઉડાન ભરી હતી. જે મિશન પર બંને ગયા હતા તે માત્ર એક સપ્તાહ માટે જ હતું, જેમાં આ બન્નેએ ભ્રમણકક્ષાની લેબની મુલાકાત લેવાની હતી. પરંતુ અવકાશયાનમાં હિલીયમ ગેસ લીક ​​થવાને કારણે અને થ્રસ્ટરની નિષ્ફળતાને કારણે બંને ત્યાં અંતરિક્ષમાં જ ફસાઈ ગયા છે અને હવે તેમને પાછા ધરતી પર લાવવા માટેના પ્રયાસો ચાલુ છે. લિફ્ટઓફના એક દિવસ પછી 6 જૂને, કેપ્સ્યુલ સ્પેસ સ્ટેશનની નજીક આવતા જ પાંચ થ્રસ્ટર નિષ્ફળ ગયા હતા. સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને અવકાશમાં અટવાયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે.

પરત ફરવાની તારીખ નક્કી નથી

નાસાના અધિકારીઓએ કહ્યું છે કે, જ્યાં સુધી તમામ સ્પેશ એન્જિનિયરો સાથે મળીને બોઈંગ કેપ્સ્યુલની સમસ્યાઓને દૂર કરીને તેમનું કાર્ય પૂર્ણ ના કરે ત્યાં સુધી આ બંનેએ અવકાશમાં જ રહેવું પડશે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે, મિશન મેનેજરોએ હજુ સુધી સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની ધરતી પર પરત ફરવાની ચોક્કસ તારીખ જાહેર કરવા તૈયાર નથી.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

એન્જિનિયરોએ ગયા અઠવાડિયે ન્યૂ મેક્સિકોના રણમાં ઊભા કરાયેલા થ્રસ્ટર પર પરીક્ષણ પૂર્ણ કર્યું અને ડોકીંગ દરમિયાન શું ખોટું થયું તે સમજવાનો પ્રયાસ કરવા માટે તેને અલગ કરશે. તપાસ દરમિયાન, એવું કહેવામાં આવ્યું હતું કે, અંતરિક્ષમાં તમામ સમસ્યાઓ હિલિયમ લીક અને થ્રસ્ટરની નબળા સીલને કારણે થઈ રહી છે. પરંતુ અધિકારીઓએ કહ્યું કે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ખાનગી કંપનીઓ સાથે કામ કરે છે

બોઇંગના માર્ક નેપ્પીએ જણાવ્યું હતું કે, ટીમ આ સપ્તાહના અંતમાં સ્પેસ સ્ટેશન પર થ્રસ્ટરનું પરીક્ષણ કરશે. જેથી વધુ ડેટા એકત્રિત કરી શકાય. સ્પેસ શટલ નિવૃત્ત થયા પછી, નાસાએ બોઇંગ અને સ્પેસએક્સને અબજો ડોલર ચૂકવીને અવકાશયાત્રીઓને અવકાશ મથક સુધી પહોંચાડવા માટે ખાનગી કંપનીઓને હાયર કરી. આ બોર્ડ પર ક્રૂ સાથે બોઇંગની પ્રથમ પરીક્ષણ ફ્લાઇટ હતી, સ્પેસએક્સ 2020 થી અવકાશયાત્રીઓને લઈ જાય છે.

Next Article