
આ દરમિયાન ઈમરાન ખાનના પુત્ર કાસીમ અને સુલેમાને પણ આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાની જેલના અધિકારીઓ કંઈક તો એવુ છે, જે છુપાવી રહ્યા છે. જેને ઠીક કરી શકાય તેમ નથી. આ ડર એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈમરાન ખાનની જેલમાં જ હત્યા કરી દેવાઈ હોવાની અફવા ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી અફઘાન સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો. ઈમરાન ખાન સાથે કોઈનો સંપર્ક નહીં સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર ઈમરાન ખાનના પુત્રનું કહેવુ છે કે અધિકારી તેમની સ્થિતિ વિશે કંઈક તો છુપાવી જ રહ્યા છે. જેને સુધારી શકાય તેમ નથી. છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમય વિત્યા બાદ પણ ઈમરાન ખાન જીવિત હોવાનો કોઈ પુરાવો આપવામાં આવ્યો નથી. ખાનના પુત્રએ જણાવ્યુ કે દર અઠવાડિયે મિટીંગના કોર્ટના આદેશ છતા પરિવારનો તેમની સાથે પ્રત્યક્ષ રીતે કે અધિકારીક કોઈ સંપર્ક કરવા દેવામાં આવ્યો નથી. ઈમરાન ખાનની પૂર્વ પત્ની અને કાસિમ તેમજ સુલમાનની માતા જેમિમા ગોલ્ડ સ્મિથે એક્સ પર દાવો કર્યો...
Published On - 3:59 pm, Tue, 2 December 25