જાપાનમાં સાકુરાજીમા જ્વાળામુખી ફાટ્યો, વિસ્તાર ખાલી કરવાની આપવામાં આવી ચેતવણી, પાંચમા સ્તરનું એલર્ટ જાહેર, જુઓ વીડિયો

|

Jul 25, 2022 | 7:22 AM

જાપાનના મુખ્ય દક્ષિણી ટાપુ ક્યુશુ પરનો જ્વાળામુખી રવિવારની રાત્રે ફાટ્યો હતો જેમાં રાખ અને પથ્થરો ઉછળ્યા હતા.

જાપાનમાં સાકુરાજીમા જ્વાળામુખી ફાટ્યો, વિસ્તાર ખાલી કરવાની આપવામાં આવી ચેતવણી, પાંચમા સ્તરનું એલર્ટ જાહેર, જુઓ વીડિયો
Sakurajima volcano erupted in Japan

Follow us on

જાપાનના મુખ્ય દક્ષિણી ટાપુ ક્યુશુ પરનો જ્વાળામુખી (Volcano) રવિવારની રાત્રે ફાટ્યો હતો જેમાં રાખ અને પથ્થરો ઉછળ્યા હતા. આ સમયે આસપાસના શહેરોમાં કોઈ નુકસાન કે ઈજાના અહેવાલ નથી. ત્યારે સ્થાનિક રહેવાસીઓને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું છે કે, સાકુરાજીમા જ્વાળામુખી લગભગ 8:05 વાગ્યે ફાટી નીકળ્યો હતો. જ્યારે તેમાંથી નીકળતા પથ્થરો અઢી કિલોમીટર દૂર પડ્યા હતા.

જાપાનના સરકારી NHK ટીવી પર પ્રસારિત થયેલા વિઝ્યુઅલમાં જ્વાળામુખીમાંથી નારંગી જ્વાળાઓ અને રાખ ઉછળતા દેખાતા હતા. નાયબ મુખ્ય કેબિનેટ સચિવ યોશિહિકો ઇસોઝાકીએ કહ્યું, “અમે લોકોના જીવનને પ્રાથમિકતા આપીએ છીએ અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.” તેમણે વિસ્તારના લોકોને વિનંતી કરી કે તેઓ સ્થાનિક સત્તાવાળાઓ તરફથી નવીનતમ અપડેટ્સ પર ધ્યાન આપે. જેથી કરીને લોકોના જીવ બચાવી શકાય.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અહીં જુઓ વીડિયો

એજન્સીએ કહ્યું કે, તેણે આ સંબંધમાં મહત્તમ સ્તરનું પાંચમાં લેવલનું એલર્ટ જાહેર કર્યું છે અને બંને શહેરોના 120 રહેવાસીઓને સુરક્ષિત સ્થાનો પર જવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એજન્સીએ ચેતવણી આપી છે કે, જ્વાળામુખીમાંથી ખડકો ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં પડી શકે છે અને લાવા, રાખ અને સીરિંગ ગેસ બે કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ શકે છે.

(ઇનપુટ ભાષા)

Published On - 6:36 am, Mon, 25 July 22

Next Article