પ્રતિબંધિત TTP કમાન્ડર મોહમ્મદ ખુરાસાની અફઘાનિસ્તાનમાં માર્યો ગયો

|

Jan 11, 2022 | 8:42 PM

સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, આશરે 50 વર્ષનો ખુરાસાની ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારનો રહેવાસી હતો અને તે 2007માં ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત ઘાટીમાં ઉગ્રવાદી સંગઠનમાં જોડાયો હતો.

પ્રતિબંધિત TTP કમાન્ડર મોહમ્મદ ખુરાસાની અફઘાનિસ્તાનમાં માર્યો ગયો
TTP commander Mohammad khurasani killed in Afghanistan

Follow us on

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો (Tehreek-e-Taliban Pakistan)  પ્રવક્તા અને સંગઠનનો મોસ્ટ વોન્ટેડ કમાન્ડર ખાલિદ બટાલી ઉર્ફે મોહમ્મદ ખોરાસાની (Muhammad Khorasani) પાકિસ્તાનની (Pakistan) સરહદ નજીક અફઘાનિસ્તાનના (Afghanistan)  પૂર્વીય નાંગરહાર પ્રાંતમાં માર્યો ગયો. સંરક્ષણ સૂત્રોએ સોમવારે આ માહિતી આપી.

ટીટીપીનો ટોચનો કમાન્ડર ખુરાસાની પાકિસ્તાનમાં સામાન્ય નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોની હત્યામાં સામેલ હતો. સંરક્ષણ સૂત્રોએ અહીં વિસ્તૃત માહિતી આપ્યા વિના કહ્યું કે તેને અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં ઠાર કરવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ પુષ્ટિ કરી કે ખુરાસાની માર્યો ગયો હતો પરંતુ હાઇ-પ્રોફાઇલ ઘટનાના સંજોગો વિશે વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો.

સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, આશરે 50 વર્ષનો ખુરાસાની ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારનો રહેવાસી હતો અને તે 2007માં ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત ઘાટીમાં ઉગ્રવાદી સંગઠનમાં જોડાયો હતો. તે આતંકવાદીઓના નેતા મુલ્લા ફઝલુલ્લાની નજીક બની ગયો હતો, જે પાછળથી TTPનો વડા બન્યો હતો. તેને 2014માં TTPનો પ્રવક્તા બનાવવામાં આવ્યો હતો અને ત્યારથી તેણે આતંકવાદીઓના પ્રચાર અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે તે તાજેતરમાં TTP વડા મુફ્તી નૂર વલી મહેસૂદની આગેવાની હેઠળના વિવિધ આતંકવાદી જૂથોને એક કરવા માટે સક્રિય બન્યો હતો અને ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી તે વારંવાર કાબુલ જતો હતો. અગાઉ, તેણે ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન આદિવાસી જિલ્લામાં આતંકવાદી છુપાયેલા ઠેકાણાનું સંચાલન કર્યું હતું, પરંતુ ઓપરેશન ઝરબ-એ-અઝાબ દરમિયાન 2014 માં અફઘાનિસ્તાન ભાગી ગયો હતો.

TTP અને પાકિસ્તાની સેના વચ્ચે એક મહિના સુધી ચાલેલા યુદ્ધવિરામ બાદ તેનું મોત થયું હતું. TTP એ 9 નવેમ્બર, 2021 થી એક મહિના માટે તમામ હુમલાઓ અટકાવવાની જાહેરાત કરી હતી. ગયા અઠવાડિયે, પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે કહ્યું હતું કે પ્રતિબંધિત જૂથ કેટલીક અસ્વીકાર્ય શરતો સાથે શરતો પર આવ્યા પછી TTP સાથેની વાતચીત સમાપ્ત થઈ ગઈ છે.

 

આ પણ વાંચો –

India-China Border Tensions: ‘ભારત-ચીન સરહદ પર વર્તમાન સ્થિતિ સ્થિર’, 14માં રાઉન્ડની સૈન્ય વાટાઘાટો પહેલા બોલ્યુ ‘ડ્રેગન’

આ પણ વાંચો –

રશિયાના આ પગલાથી ચીનને લાગ્યો મોટો ઝટકો, સમાચાર પત્રમાં નિવેદન છાપવાની જરૂર પડી

આ પણ વાંચો –

સાઉદીમાં મહિલાઓ પરથી કેટલાક પ્રતિબંધો હટાવાયા, પહેલી વાર Women’s camel beauty contestનું આયોજન થયું

Next Article