Russia-Ukraine War: રશિયન હુમલામાં મારીયુપોલના 5000 લોકોના મોત, અનેક શહેરો ખંડેરમાં તબદીલ

|

Apr 07, 2022 | 8:03 AM

યુક્રેનના (Ukraine) મેરીયુપોલના મેયર વાદિમ બોઇચેન્કોએ (Vadym Boichenko) બુધવારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં 210 બાળકોનો સમાવેશ થાય છે.

Russia-Ukraine War: રશિયન હુમલામાં મારીયુપોલના 5000 લોકોના મોત, અનેક શહેરો ખંડેરમાં તબદીલ
Mariupol City (File Photo)

Follow us on

યુક્રેનના મારીયુપોલના  (Mariupol) મેયરે કહ્યું છે કે, રશિયન હુમલા દરમિયાન શહેરમાં 5,000 થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. બીજી તરફ યુક્રેન (Ukraine) હવે કિવની  બહારના વિસ્તારમાં રશિયન અત્યાચારના પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન અમેરિકા (America) અને તેના પશ્ચિમી સાથીઓએ ક્રેમલિન સામે યુદ્ધ અપરાધોનો આરોપ લગાવીને નવા પ્રતિબંધો લાદવાની દિશામાં આગળ વધી રહ્યા છે. એક યુએસ સંરક્ષણ અધિકારીએ દાવો કર્યો હતો કે, રશિયાએ ઉત્તરમાં કિવ(Kyiv)  અને ચેર્નિહિવ પ્રદેશોમાંથી લગભગ 24,000 કે તેથી વધુ સૈનિકોને બોલાવ્યા છે અને તેમને બેલારુસ મોકલી રહ્યા છે.

દેશના પૂર્વ ભાગમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે રશિયા

યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ (President Volodymyr Zelensky) કહ્યું કે. રશિયા(Russia)  હવે દેશના પૂર્વ ભાગમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના લઈને ક્રેમલિને કહ્યું છે કે તેનું લક્ષ્ય ડોનબાસ ભાષા ઔદ્યોગિક વિસ્તારને “મુક્ત” કરવાનું છે. વધુમાં તેમણે કહ્યું, ‘અમારી જમીનનું ભાવિ નક્કી થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે આપણે શેના માટે લડી રહ્યા છીએ. અમે જીતવા માટે બધું જ કરીશું.’તમને જણાવી દઈએ કે, યુક્રેનિયન સત્તાવાળાઓએ ડોનબાસમાં રહેતા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા કહ્યું છે. નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે કહ્યું, લોકો રશિયન હુમલા (Russia Attack) માટે સંવેદનશીલ બની શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મેરીયુપોલમાં 90 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યું

મેયર બોઇચેન્કોએ બુધવારે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા લોકોમાં 210 બાળકોનો સમાવેશ થાય છે. તેમના જણાવ્યા અનુસાર રશિયન દળોએ હોસ્પિટલો પર બોમ્બમારો કર્યો હતો,જેમાં 50 લોકોના મોત થયા. તેમણે કહ્યું કે આ શહેરનું 90 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર રશિયન હુમલામાં નાશ પામ્યું છે. એઝોવ સમુદ્ર પરના વ્યૂહાત્મક બંદર પર હુમલાથી ખોરાક, પાણી, બળતણ અને દવાઓનો પુરવઠો બંધ થઈ ગયો છે. બ્રિટિશ સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે મારીયુપોલમાં હજુ પણ 160,000 લોકો ફસાયેલા છે. આ શહેરની વસ્તી 4.3 લાખ હતી. બીજી તરફ માનવતાવાદી રાહત કાફલો શુક્રવારથી શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : યુક્રેન પર કબજો મેળવવાની ઘેલછામાં રશિયાએ તમામ હદ કરી પાર, NATO એ પહેલીવાર યુક્રેનને કરી મદદ

Next Article