Israel માં PM Benjamin Netanyahu ના પદ છોડવા પર અમેરિકા કેપિટલ હિલ જેવી હિંસાની આશંકા

|

Jun 06, 2021 | 9:49 PM

Israel માં 12 વર્ષ પછી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu) ની સરકાર જવાની તૈયારીમાં છે.

Israel માં PM Benjamin Netanyahu ના પદ છોડવા પર અમેરિકા કેપિટલ હિલ જેવી હિંસાની આશંકા
Israel PM Benjamin Netanyahu

Follow us on

Israel માં આઠ વિપક્ષી પાર્ટીઓ નવી સરકાર બનાવશે તેવી સંભાવના છે. આઠ પક્ષોના ગઠબંધને દેશમાં સરકાર બનાવવાની જાહેરાત કરી છે. PM Benjamin Netanyahu ના પદ છોડવા પર અમેરિકાના કેપિટોલ હિલની જેમ ઇઝરાઇલમાં હિંસા થવાની સંભાવના છે.

 

ઇઝરાયેલમાં નવી સરકારની તૈયારી 
Israel માં 12 વર્ષ પછી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu) ની સરકાર જવાની તૈયારીમાં છે. નેતાન્યાહુને સત્તામાંથી દુર કરવા માટે વિપક્ષી નેતાઓ યાર્લપીડ અને નફ્તાલી બેનેટે આઠ વિરોધી વિચારધારા વાળા નેતાઓ સાથે ગઠબંધન કર્યું છે.નવા ગઠબંધન સાથે સંકળાયેલા તમામ 8 ભાગીદારો આજે ઇઝરાઇલના તેલ અવીવમાં મળ્યા હતા. આવતી કાલે ઇઝરાઇલની સંસદના અધ્યક્ષ વિશ્વાસ મત સંબંધિત જરૂરી સૂચનો કરશે. વિશ્વાસ મત ઉપર એક અઠવાડિયામાં મતદાન થઈ શકે છે.

નવા ગઠબંધન સાથે સંકળાયેલા તમામ 8 ભાગીદારો આજે ઇઝરાયેલના તેલ અવીવમાં મળ્યા

Israel માં પ્રધાનમંત્રી તરીકે બેન્જામિન નેતાન્યાહુનાં 12 વર્ષનાં શાસનનો અંત આવશે અને નવા પ્રધાનમંત્રી તરીકે નેફ્તાલી બેનેટ(Nephtali Bennett) ઇઝરાયેલનો કાર્યભાળ સંભાળશે તેવું અહેવાલો પરથી જાણવા મળ્યું છે. 12 વર્ષ શાસન કરી ચુકેલાં બેન્જામિન નેતાન્યાહુને મુખ્યત્વે બે બાબતોને કારણે યાદ કરવામાં આવશે. જેમાં સૌથી વધુ સમયગાળા દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી તરીકે શાસન કર્યું અને ફોજદારી કાર્યવાહીનો (Criminal proceedings) સામનો કરનાર નેતા તરીકે તેને યાદ કરવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેપિટોલ હિલ જેવી હિંસાની સંભવાના
Israel ની આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટે ચેતવણી આપી છે કે દેશમાં નવી સરકારની રચના પહેલા હિંસા થઈ શકે છે. અગાઉ, મીડિયા અહેવાલોમાં પણ આવી જ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હવે શિન બેટના અધ્યક્ષ નાદવ અર્ગમને ઇઝરાયેલમાં હિંસાની આશંકા વ્યક્ત કરી છે.

અર્ગમન મુજબ જાહેરમાં અને સોશ્યલ મીડિયા પર ખૂબ હિંસક અને ઉશ્કેરણીજનક વાતોમાં વધારો જોવા મળ્યો છે. આનાથી અમુક જૂથો વચ્ચે હિંસા થઈ શકે છે. અગાઉ ઇઝરાયલી મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કેવડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu) ના સમર્થકો અમેરિકામાં કેપિટોલ હિલ પર થયેલી હિંસાની જેમ હિંસા કરી શકે છે.

‘દેશદ્રોહી’ જેવા શબ્દપ્રયોગથી 1995 જેવા વાતાવરણની ચેતવણી
શિન બેટ કહે છે કે ‘દેશદ્રોહી’ જેવા શબ્દોનો ઉપયોગ જમણેરી સમર્થકો વચ્ચેની વાતચીતમાં વધ્યો છે. ઇઝરાયેલમાં આ શબ્દ ખૂબ જ સંવેદનશીલ છે. આ 1995 માં તત્કાલીન વડાપ્રધાન યિત્ઝાક રબીનની હત્યાની યાદો તાજી કરશે.

પેલેસ્ટાઇન સાથેની શાંતિ ડીલ પર આગળ વધવા બદલ તત્કાલીન વડાપ્રધાન યિત્ઝાક રવિનને એક ઉગ્રવાદીએ ગોળી મારી દીધી હતી. ઇઝરાયેલની ડાબેરી પાર્ટીઓ રવિન સામે લોકોને ઉશ્કેરવા માટેવડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu)ને દોષી ઠેરવી રહી છે. જો કે નેતન્યાહુ આ વાતનો ઇનકાર કરી રહ્યાં છે.

 

Published On - 9:49 pm, Sun, 6 June 21

Next Article