તાલિબાને અફઘાનિસ્તાન (Afghanistan) પર કરેલા કબજાને કારણે સ્થિતી ખૂબ ગંભીર થઇ ગઇ છે. અફઘાનિસ્તાનના સૈન્યએ તાલિબાની આતંકીઓ સામે હથિયાર મુકી દીધા છે. સોશિયલ મીડિયા પર અફઘાનિસ્તાનના કેટલાક વિચલીત કરી દે તેવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જ્યાં એરપોર્ટ પરથી દેશ છોડવા માટે લોકોના પડાપડી કરતા વીડિયો સામે આવી રહ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર એક જુનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કેટલીક મહિલાઓ બસમાં બેસીને ગીત ગાતી જોવા મળી રહી છે. આ વીડિયો 2019 નો હોવાનો અનુમાન છે. પરંતુ આ વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કેટલાક લોકો વીડિયો જોઇને કહી રહ્યા છે કે કદાચ ફરીથી અફઘાનિસ્તાનમાં આવા દ્રશ્યો જોવા નહી મળે. આ વીડિયોને @AlinejadMasih એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કરીને લખ્યુ કે, ‘આ દિલ તોડવાવાળું છે’
This is heart-breaking. Back in 2019, these beautiful Afghan women from Afghanistan’s first and only female-only orchestra were full of hope.
As the Taliban have invaded Afghanistan, women like them will be banned from singing. They’ll be confined to their homes. pic.twitter.com/OenYV0DcgE
— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) August 15, 2021
વર્ષ 2019 માં અફઘાનની આ સુંદર મહિલાઓ, ત્યાંની એકમાત્ર મહિલા ઓર્કેસ્ટ્રા છે જે આશાનું ગીત ગાતી જોવા મળી રહી છે. હવે જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો છે તો આ મહિલાઓ હવે આ રીતે ગીતો નહી ગાઇ શકે. તેઓ હવે પોતાના ઘરોમાં કેદ થઇને રહી જશે. સોશિયલ મીડિયા યૂઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. મોટેભાગના લોકો એ વાતથી ચિંતિત છે કે ત્યાંની મહિલાઓ સાથે હવે કેવું વર્તન કરવામાં આવશે. લોકોએ લખ્યુ કે અમે તેમના દુ:ખની કલ્પના પણ નથી કરી શકતા.
ઇન્ટરનેટની દુનિયામાં લોકો અફઘાનિસ્તાનના લોકો માટે સંવેદના દર્શાવી રહ્યા છે. બધા એ જ માની રહ્યા છે કે તાલિબાનીઓને કારણે હવે અફઘાનિસ્તાનના નાગરીકોની જીંદગી મુશ્કેલ બનશે. કેટલાક લોકોએ લખ્યુ કે અમે એ વાતનો અંદાજો પણ નથી લગાવી શકતા કે ત્યાંના લોકો હમણાં કેવી પરિસ્થિતીનો સામનો કરી રહ્યા હશે, તેમના મનમાં હમણાં શુ ચાલતુ હશે. લોકો કહી રહ્યા છે કે ત્યાંના લોકોને પણ આપણી જેમ જીવવાનો અધિકાર છે.
આ પણ વાંચો – Birthday Special: શા માટે જેઠાલાલને ટપ્પુ કે પાપા કહીને બોલાવતા હતા દયાબેન, દિશા વાકાણીએ કર્યો હતો ખુલાસો
આ પણ વાંચો – Shravan-2021 : ક્યાંક તમે તો નથી કરતાંને આ ભૂલ ? મહામારીમાં ઘરે જ શિવજીની પૂજા કરવાના જાણી લો આ નિયમો !
Published On - 1:28 pm, Tue, 17 August 21