અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધતા US વિદેશ મંત્રી Antony Blinkenનું નિવેદન- Ukraine સંકટનો સામનો કરવા તૈયાર

|

Jan 27, 2022 | 1:58 PM

Ukraine Crisis: અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે કેટલાક દસ્તાવેજો રશિયન સરકારને સોંપવામાં આવ્યા છે. જે બાદ રાજદ્વારી માર્ગથી યુક્રેન મુદ્દે તણાવ ઓછા થઈ શકે છે.

અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધતા US વિદેશ મંત્રી Antony Blinkenનું નિવેદન- Ukraine સંકટનો સામનો કરવા તૈયાર
US Secretary of State Antony Blinken

Follow us on

અમેરિકાના (America) સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને (Antony Blinken) બુધવારે રશિયાને (Russia) કહ્યું કે તેમનો દેશ યુક્રેન સંકટનો (Ukraine Crisis) સામનો કરવા માટે બધી રીતે તૈયાર છે. રશિયામાં યુએસ એમ્બેસેડર જ્હોન સુલિવાન દ્વારા મોસ્કોમાં રશિયન સરકારને કેટલાક દસ્તાવેજો સોંપ્યાના થોડા સમય પછી બ્લિંકને વિદેશ મંત્રાલયના ‘ફોગી બોટમ’ (Foggy Bottom) હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘આ એક ગંભીર રાજદ્વારી માર્ગ ખોલે છે…રશિયાએ પસંદ કરવું જોઈએ.

વિદેશ મંત્રીએ કહ્યું, “અમારા દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોમાં યુનાઇટેડ સ્ટેટ્સ, અમારા સહયોગીઓ અને પાર્ટનર્સની સુરક્ષાને નબળી પાડતી રશિયાની કાર્યવાહી અંગે ચિંતાનો સમાવેશ થાય છે. આમાં રશિયા દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓનું સૈદ્ધાંતિક અને વ્યવહારુ મૂલ્યાંકન અને એના સામે અમારા પોતાના પ્રસ્તાવોનો સમાવેશ થાય છે જ્યાં આપણે કોઈ વચ્ચેનો રસ્તો શોધી શકીએ.”

અમેરિકા વાતચીત માટે તૈયાર છે

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

બ્લિંકને કહ્યું “અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે એવા ઘણા સિદ્ધાંતો છે કે જેને અમે સમર્થન અને રક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ,” આમાં યુક્રેનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવવી અને દેશોને તેમની સુરક્ષા વ્યવસ્થા અને જોડાણો અંગે નિર્ણય લેવાનો અધિકાર આપવાનો સમાવેશ થાય છે. અમે યુક્રેનમાં સેન્ય દળોની તૈનાતીની સ્થિતિ તેમજ યુરોપમાં લશ્કરી કવાયત અને દાવપેચના સંદર્ભમાં વિશ્વાસ વધારવાના સંભવિત પરસ્પર પારદર્શક પગલાં વિશે પણ વાત કરી છે.

આ શરતે થશે વાતચીત

એન્ટોની બ્લિંકને કહ્યું, ‘અમે રાજદ્વારી માર્ગને પ્રાધાન્ય આપીએ છીએ અને જો રશિયા યુક્રેન પ્રત્યેની તેની આક્રમકતા ઘટાડે, ઉશ્કેરણીજનક પગલા બંધ કરે અને યુરોપમાં સુરક્ષાના ભાવિ પર પારસ્પરિક ભાવનાથી ચર્ચા કરે તો અમે આગળ વધવા તૈયાર છીએ.’ વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે તેમનો અભિપ્રાય માંગ્યો છે અને તેને રશિયાને સોંપવામાં આવેલા અંતિમ દસ્તાવેજમાં સામેલ કરવામાં આવ્યો છે.

નાટો વડાનું નિવેદન

બ્લિંકનના નિવેદનના થોડા સમય પછી, નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે(Jens Stoltenberg) બ્રસેલ્સમાં જણાવ્યું હતું કે ગઠબંધને રશિયાને સંદેશાવ્યવહારમાં સુધારો કરવા, લશ્કરી ઘટનાઓ અથવા અકસ્માતોને ટાળવાના માર્ગોની તપાસ કરવા અને શસ્ત્ર નિયંત્રણ અંગે ચર્ચા કરવા કહ્યું હતું. ઓફર સાથે એક અલગ જવાબ પણ મોકલ્યો હતો જેમાં જણાવ્યું હતું કે “અમે તે સિદ્ધાંતો સાથે સમાધાન કરી શકતા નથી અને કરીશું નહીં કે જેના પર અમારા જોડાણની સુરક્ષા અને યુરોપ અને ઉત્તર અમેરિકાની સુરક્ષા નિર્ભર છે.”

આ પણ વાંચો:

આજે પ્રથમ India-Central Asia Summit સમિટની યજમાની કરશે PM Modi, વેપાર અને અફઘાન સંકટ પર થશે ચર્ચા

આ પણ વાંચો:

Norwayમાં પશ્ચિમી દેશો સાથે ચર્ચા બાદ Taliban ખુશ, કહ્યુ-“આવી મુલાકાતો અમને દુનિયાની નજીક લાવશે”

Next Article