Breaking News : અમેરિકામાં ટ્રમ્પના રિસોર્ટ નજીક ઘૂસપેઠનો પ્રયાસ, સિક્રેટ સર્વિસ એજન્ટોએ 20 વર્ષીય યુવાનને ગોળી મારી

ફ્લોરિડાના માર-એ-લાગો રિસોર્ટ નજીક ચોરીનો પ્રયાસ કર્યા બાદ યુએસ ગુપ્ત સેવાના એજન્ટોએ 20 વર્ષીય એક યુવાનને ગોળી મારી નાખ્યો હતો. આ ઘટના રવિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે આશરે 1:30 વાગ્યે બની હતી.

Breaking News : અમેરિકામાં ટ્રમ્પના રિસોર્ટ નજીક ઘૂસપેઠનો પ્રયાસ, સિક્રેટ સર્વિસ એજન્ટોએ 20 વર્ષીય યુવાનને ગોળી મારી
| Updated on: Feb 22, 2026 | 8:43 PM

યુએસ ગુપ્ત સેવાના જણાવ્યા મુજબ, શંકાસ્પદ વ્યક્તિ સુરક્ષા તોડી ગેરકાયદેસર રીતે માર-એ-લાગો રિસોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ રિસોર્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાન નજીક આવેલો છે. ઘટનાના સમયે ટ્રમ્પ માર-એ-લાગોમાં હાજર નહોતા.

ગુપ્ત સેવાના અધિકારીઓએ નિવેદનમાં જણાવ્યું હતું કે સુરક્ષા ભંગ થવાના પ્રયાસ દરમિયાન એજન્ટોએ કાર્યવાહી કરી હતી, જેમાં શંકાસ્પદને ગોળી વાગી હતી અને તેનું સ્થળ પર જ મોત થયું હતું. તપાસ દરમિયાન શંકાસ્પદ પાસે એક શોટગન અને ઇંધણ ભરેલો ડબ્બો મળી આવ્યો છે. મૃતકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

માર-એ-લાગો રિસોર્ટને ટ્રમ્પનું “વિન્ટર વ્હાઇટ હાઉસ” માનવામાં આવે છે અને અહીં સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક હોય છે. તેથી આ ઘટનાને સુરક્ષાનો ગંભીર ભંગ માનવામાં આવી રહ્યો છે.

ઘટના બાદ એફબીઆઈ અને સ્થાનિક પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગેટ નજીક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો

સિક્રેટ સર્વિસના નિવેદન અનુસાર, માર-એ-લાગો રિસોર્ટના ઉત્તર ગેટ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ સુરક્ષા પરિમિતિમાં ઘૂસવાનો પ્રયાસ કરતા જોવા મળ્યો હતો. શંકાસ્પદ વ્યક્તિ પાસે શોટગન અને ઇંધણનો ડબ્બો હોવાનું સામે આવ્યું છે. ગુપ્ત સેવાના એજન્ટોએ તેને રોકવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની અને ત્યારબાદ ગોળીબાર થયો. આ દરમિયાન ગુપ્ત સેવાના એજન્ટો અને પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસ (PBSO) ના ડેપ્યુટીઓ ઘટનાસ્થળે હાજર હતા.

ઘટનાની તપાસ કરી રહેલી FBI અને ગુપ્ત સેવા

આ ઘટનામાં કોઈ ગુપ્ત સેવા કે પોલીસ કર્મચારી ઘાયલ થયા નથી. ઘટનાના સમયે ત્યાં કોઈ અગ્રણી વ્યક્તિ કે મહત્ત્વની હસ્તીઓ હાજર નહોતી. હાલ FBI, ગુપ્ત સેવા અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. તપાસમાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ, તેની મન્નશા અને પોલીસ દ્વારા કરાયેલ ગોળીબાર વાજબી હતો કે નહીં તે બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

કેનેડાએ કરી 2026 માટે નવી એક્સપ્રેસ એન્ટ્રી શ્રેણીઓની કરી જાહેરાત

Published On - 8:39 pm, Sun, 22 February 26