અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોનાથી સંક્રમિત

|

Jul 21, 2022 | 8:56 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. વાઈટ હાઉસે આની પુષ્ટી કરી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોનાથી સંક્રમિત
Joe Biden
Image Credit source: File Image

Follow us on

અમેરિકાના (America) રાષ્ટ્રપતિ જો બાઈડનને (Joe Biden) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોના વાઈરસથી (Corona Virus) સંક્રમિત થયા છે. વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદન મુજબ- રાષ્ટ્રપતિમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. હાલમાં, તે પેક્સલોવિડ એન્ટિવાયરલ ટેબ્લેટ લઈ રહ્યા છે. કોરોના વેક્સિનના બંને ડોઝ બાઈડેને સમયસર લીધા હતા. આ પછી તેમણે બે બૂસ્ટર ડોઝ પણ લીધા છે. બાઈડન પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના પોઝિટિવ થયા હતા.

ઉલ્લેખનીય છે કે મે મહિનામાં આ પહેલા જ રાષ્ટ્રપતિ જો બાઈડન અને જીલ બાઈડનની પુત્રી એશલે પણ કોરોના વાઈરસથી સંક્રમિત થઈ હતી અને તેમની માતાની સાથે લેટિન અમેરિકાનો પ્રવાસ પણ રદ કર્યો હતો. આ બીજી વખત એશલ બાઈડનને પોતાનો પ્રવાસ રદ કરવો પડ્યો, આ પહેલા પણ એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે એશલેને પોતાની માતા સાથે પૂર્વ યુરોપનો પ્રવાસ રદ કરવો પડ્યો હતો. જો કે તે સમયે એશલે સંક્રમિત થઈ નહતી.

અમેરિકી રાષ્ટ્રપતિ હવે ઝૂમ કોલ દ્વારા નાગરિકો સાથે વાતચીત કરશે. સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગે એવું પણ સૂચન કર્યું છે કે જે લોકો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના સંપર્કમાં આવ્યા છે તેઓ કોવિડ માટે ટેસ્ટ કરાવે. ઉલ્લેખનીય છે કે ફરી એકવાર સમગ્ર વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.

Published On - 8:22 pm, Thu, 21 July 22

Next Article