Russia Ukraine War: અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન યુદ્ધ સમાપ્ત કરવા યુક્રેનનું કરવા માંગે છે વિભાજન, રશિયાને 20 ટકા હિસ્સો આપવા તૈયાર

સમાચાર પત્ર ન્યૂ જુર્ચર ઝેઈટંગે ઉચ્ચ કક્ષાના જર્મન વિદેશી રાજકારણીઓએ આ દાવો કર્યો છે. અખબાર કહે છે કે યુક્રેન અને રશિયાએ આ પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

Russia Ukraine War: અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન યુદ્ધ સમાપ્ત કરવા યુક્રેનનું કરવા માંગે છે વિભાજન, રશિયાને 20 ટકા હિસ્સો આપવા તૈયાર
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન યુદ્ધ સમાપ્ત કરવા યુક્રેનનું કરવા માંગે છે વિભાજન
Image Credit source: Google
| Edited By: | Updated on: Feb 04, 2023 | 4:05 PM

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ (Russia-Ukraine War)ને એક વર્ષ પૂર્ણ થવાનું છે. એક વર્ષ પછી પણ આ યુદ્ધ અટકવાની કોઈની શક્યતા નથી. અમેરિકાના હસ્તક્ષેપ પછી પણ આ યુદ્ધની પરિસ્થિતિ બદલાય તેવી શક્યતા ઓછી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધના 1 વર્ષના અવસર પર શું કરશે તે અંગે યુરોપ અને અન્ય દેશો પણ ચિંતિત છે.

ડીલના ભાગરૂપે રશિયા સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો

24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થશે. આ એક વર્ષ પછી પણ યુદ્ધ સમાપ્ત થવાની કોઈ આશા નથી. આ દરમિયાન અમેરિકાથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, યુએસ પ્રમુખ જો બાઈડને યુદ્ધને સમાપ્ત કરવા માટે ડીલના ભાગરૂપે રશિયા સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પણ વાચો: BBC Documentary Controversy: AMUમાં ‘અલ્લાહ-હુ-અકબર’ અને ‘નારા-એ-તકબીર’ના લાગ્યા નારા, વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

આ ઓફર હેઠળ તેણે યુક્રેનનો 20 ટકા હિસ્સો રશિયાને આપવાની ઓફર કરી હતી. આ રિપોર્ટ પર અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સી સીઆઈએના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સ અને વ્હાઇટ હાઉસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.

મોસ્કો ગયા હતા બર્ન્સ

સ્વિસ-જર્મન અખબાર ન્યૂ જુર્ચર જીટુંગે દાવો કર્યો છે કે બર્ન્સ જાન્યુઆરીમાં ગુપ્ત મુલાકાતે મોસ્કો ગયા હતા. તેમણે અહીં રજૂ કરેલા શાંતિ પ્રસ્તાવથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નારાજ થયા હતા. અખબાર દાવો કરે છે કે આ ઓફર વ્હાઇટ હાઉસ દ્વારા બર્ન્સ સુધી લંબાવવામાં આવી હતી. વ્હાઇટ હાઉસ અને બર્ન્સ બંનેએ આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.

યુક્રેન અને રશિયાએ આ પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કર્યો

વોશિંગ્ટન પોસ્ટે ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે બર્ન્સ યુક્રેનની ગુપ્ત યાત્રા પર ગયા હતા અને ત્યા રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યો હતા. બર્ન્સે ઝેલેન્સકીને જાન્યુઆરીના મધ્યમાં યુદ્ધ સમાપ્ત કરવાની યોજના આપી હોવાના અહેવાલ હતા. ન્યૂ જુર્ચર ઝેઈટંગે ઉચ્ચ કક્ષાના જર્મન વિદેશી રાજકારણીઓએ આ દાવો કર્યો છે. અખબાર કહે છે કે યુક્રેન અને રશિયાએ આ પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

અમેરિકાને જવાબ આપ્યો કે રશિયા આ યુદ્ધ કોઈપણ ભોગે જીતશે

ખાનગી વેબસાઈટે કહ્યું કે અમેરિકા દ્વારા યુક્રેનનો 20 ટકા હિસ્સો રશિયાને આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ ભાગ યુક્રેનના ભૂતપૂર્વ ડોનબાસ પ્રદેશની સમકક્ષ છે. કિવએ આ પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કરતા કહ્યું કે તે રશિયા સાથે તેની સરહદ શેર કરવા તૈયાર નથી. જ્યારે રશિયન અધિકારીઓએ અમેરિકાને જવાબ આપ્યો કે રશિયા આ યુદ્ધ કોઈપણ ભોગે જીતશે.

રશિયાને યુક્રેનની સરહદ ઓફર કરી હતી

વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા સીન ડીવેટે કહ્યું કે આ રિપોર્ટ સાચો નથી. જર્મન નેતાઓએ અખબારને જણાવ્યું હતું કે બાઈડન યુક્રેનમાં લાંબા સમયથી યુદ્ધ ટાળવા માંગે છે. તેથી જ તેણે શાંતિ યોજના હેઠળ રશિયાને યુક્રેનની સરહદ ઓફર કરી હતી. પરંતુ જ્યારે રશિયા અને યુક્રેન બંનેએ આ પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કર્યો, ત્યારે બાઈડને અબ્રામ્સ ટેન્ક યુક્રેનને આપવાનું નક્કી કર્યું.

યુદ્ધ સમાપ્ત કરવા અને ચીન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે

25 જાન્યુઆરીના રોજ યુએસએ જાહેરાત કરી કે યુક્રેનને 31 એમ1 અબ્રામ્સ ટેન્ક આપવામાં આવશે. આ ટેન્કોને યુક્રેન પહોંચતા લગભગ એક મહિનાનો સમય લાગશે. કેટલાક રાજકારણીઓ કહે છે કે યુ.એસ.ના અધિકારીઓ યુદ્ધને કેવી રીતે સમાપ્ત કરવું તે અંગે વિભાજિત છે. બર્ન્સ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુવિલિયન શક્ય તેટલી ઝડપથી યુદ્ધ સમાપ્ત કરવા અને ચીન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તે જ સમયે, વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકન અને સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન કોઈપણ કિંમતે રશિયાને યુદ્ધ જીતવા દેવા માંગતા નથી.